રાજકોટમાં વાવડી વિસ્તારમાં રહેતી પરિણીતાને લની લાલચ આપી વંથલીના ટીનમસ ગામના શખસે શરીર સંબધં બાંધ્યો હતો. બાદમાં તેણીને વિશ્વાસમાં લઈ લ કરવાનું કહેતા પરિણીતાએ છૂટાછેડા લઈ લીધા હતા. પરંતુ આરોપીએ છૂટાછેડા ન લઈ અવારનવાર તેણીના ઘરે આવી દુષ્કર્મમાં આચરતો હતો એટલું જ નહીં પખવાડિયા પૂર્વે ધરાર ઘરમાં ઘૂસી શરીર સંબધં બાંધી બચકા ભરી લેતા પરિણીતા જીવ બચાવી ઘરેથી ભાગી હતી અને બાદમાં તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી સામે દુષ્કર્મ,મારમારી,ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ જરી કાર્યવાહી કરી હતી.
દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,રાજકોટમાં વાવડી પાસેના વિસ્તારમાં રહેતી ૩૪ વર્ષીય પરિણીતાએ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે વંથલીના ટીનમસ ગામે રહેતા અને ડ્રાઇવિંગ કામ કરનાર રાહુલ લાખાભાઈ હત્પંબલગ્નનું નામ આપ્યું છે.
પરિણીતા છેલ્લા દસ વર્ષથી અહીં રાજકોટમાં પતિ સાથે રહે છે તેને બે સંતાન છે પતિ ડ્રાઇવિંગ કામ કરે છે. વર્ષ ૨૦૨૨ માં તેણી જુનાગઢ ભવનાથ ખાતે માનતા ઉતારવા માટે જતી હતી ત્યારે ગોંડલ ચોકડી પાસેથી ખાનગી ટ્રાવેલ્સની બસમાં બેસતા તેમાં ડ્રાઇવર તરીકે રહેલા રાહુલ સાથે પરિચય થયો હતો બાદમાં બંને વચ્ચે મોબાઈલ નંબરની આપ–લે થઈ હતી ત્યારબાદ રાહુલ ગુડ મોનિગના મેસેજ મોકલવા લાગ્યો હતો.બાદમાં બંને વચ્ચે પરિચય વધુ ગાઢ બન્યો હતો.
દરમિયાન પરિણીતાના નવજાત બાળક મોત થતાં તે ડિપ્રેશનમાં ચાલી ગઈ હોય આ સમયે રાહત્પલે તેને સધિયારો આપવાના નામે ખાસ મિત્ર બની ગયો હતો. બાદમાં પોતાના ગામે આવવાનું કહેતા પરિણીતા પોતાના સંતાનો સાથે અહીં ટીનમસ ગામે ગઈ હતી. યાં રાહત્પલે તેને પોતાની પત્ની અને બે સંતાનો સાથે પરિચય કરાવ્યો હતો અને પોતાના પરિવારને જણાવ્યું હતું કે આ યુવતી તેના મિત્રની પત્ની છે બાદમાં તેઓ મઢડા, સોમનાથ અને કચ્છ ફરવા ગયા હતા. આમ રાહુલ સાથે પરિણીતાને પારિવારિક સંબંધો બંધાયા હતા.પરિણીતાને તેના પતિ સાથે માથાકૂટ ચાલતી હોય જે બાબત રાહુલ ને જાણ થઈ ગયા બાદ તે જુલાઈ માસમાં પરિણીતા એકલી હતી ત્યારે ઘરે આવ્યો હતો અને કહ્યું હતું કે તું તારા પતિનો ત્રાસ કેમ સહન કરે છે? તું તેને મૂકી દે હત્પં તારી સાથે લ કરી લઈશ જેથી પરિણીતાએ કહ્યું હતું કે તારી પત્નીનું શું થશે તો રાહુલે કહ્યું હતું કે હત્પં તેનાથી કંટાળી ગયો છું અને તેને છુટાછેડા આપી દેવાનો છું તું પણ છુટાછેડા લઈ લે.આમ કહી તેણે પરિણીતા સાથે શરીર સંબધં બાંધ્યો હતો બાદમાં લગ્નનું વચન આપી અવારનવાર તેની સાથે શરીર સંબંધો બાંધ્યા હતા.
રાહુલ ની વાતમાં આવી જઈ પરિણીતાએ સપ્ટેમ્બર માસમાં પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા પરંતુ રાહુલ ને છુટાછેડા લેતો ન હતો દરમિયાન ગત તારીખ ૫૧૧ ના રાત્રિના રાહુલ ઘરે આવ્યો હતો અને ધરાર ઘરમાં ઘૂસી પરિણીતા સાથે શારીરિક સંબધં બાંધી તેને બચકા ભરી લઈ મારકૂટ કરતા ડરના લીધે પરિણીતા ઘર છોડી વાવડી ચોકડી તરફ ભાગી ગઈ હતી અને બાદમાં તેણે પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ આ મામલે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી રાહુલ સામે દુષ્કર્મ,મારામારી,ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીને સકંજામાં લઈ જરી કાર્યવાહી કરી હતી. બનાવ અંગે વધુ તપાસ પીએસઆઇ બી. આર.ભરવાડ ચલાવી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech