શહેરમાં આપઘાતના બનાવો ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ખાસ કરીને સામાન્ય બાબતે યુવાવયના વ્યક્તિઓ જિંદગીથી છેડો ફાડી મોત વહાલું કરતા હોવાના બનાવો સામે આવી રહ્યા છે. રૈયા રોડ પર વૈશાલીનગરમાં રહેતી પરિણીતાને જમવા બાબતે પતિ સાથે ઝઘડો થતા બે સંતાનોની ચિંતા કર્યા વગર ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લીધી હતી જ્યારે બીજા બનાવમાં આનંદનગર ક્વાર્ટરમાં રહેતા યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લેતા પોલીસે કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
પુત્રવધૂને લટકતી હાલતમાં જોતા પુત્રને જાણ કરી હતી
પ્રાપ્ત વિગત મુજબ રૈયારોડ પર વૈશાલીનગરમાં રહેતી દિવ્યાબેન વિશાલભાઈ રાઠોડ (ઉ.વ.22)નામની પરિણીતાએ બપોરે દોઢેક વાગ્યે ઘરે રૂમના એંગલમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લીધો હતો. સસરા નરશીભાઈ ઘરે આવીને પુત્રવધૂને લટકતી હાલતમાં જોતા પુત્રને જાણ કરી હતી અને તાકીદે બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર કારગત નીવડે પૂર્વે જ દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસે હૉસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
સંતાનમાં બે પુત્ર
આપઘાત કરનાર દિવ્યાબેનના લગ્ન પાંચ વર્ષ પહેલા થયા હતા. સંતાનમાં બે પુત્ર છે, પતિ વિશાલભાઈ ભક્તિનગર રેલવે સ્ટેશનમાં કર્મચારી છે. પતિ વિશાલભાઈ બપોરે જમવા માટે ઘરે આવતા જમવાનું તૈયાર થયું ન હોવાથી પત્નીને ઠપકો આપતા બંને વચ્ચે ચડભડ થઇ હતી બાદમાં પતિ બહાર નીકળી જતા પાછળથી પગલું ભરી લીધું હતું. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો
બીજા બનાવમાં આનંદનગર ક્વાર્ટર નં-38માં રહેતો કરણ હિતેષભાઈ ગઢવી (ઉ.વ.22)ના યુવકે સાંજે છએક વાગ્યાના અરસામાં ભક્તિનગર પોલીસ લાઇન પાછળ ઝેરી દવા પી લેતા પ્રથમ સિવિલ હોસ્પિટલ અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં લઇ જતા તેનું ચાલુ સારવાર દરમિયાન મોત નિપજતા બનાવની જાણ ભક્તિનગર પોલીસને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાગળો કરી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડ્યો હતો. આપઘાત કરનાર યુવક એક ભાઈ એક બહેનમાં મોટો હતો અને પ્રાઇવેટ નોકરી કરતો હતો. તેણે ક્યાં કારણથી પગલું ભર્યું એ અંગે પરિવારજનો પણ જાણતા ન હોય પોલીસે તપાસ યથાવત્ રાખી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech