મનુ ભાકર તો ખેલાડીઓની પણ ખેલાડી નીકળી, પીવી સિંધુની મદદ માટે કર્યું આ કામ

  • July 31, 2024 04:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​પેરિસ ઓલિમ્પિકમાં મનુ ભાકરનું નામ ગુંજી રહ્યું છે. તેનું કારણ તેની પિસ્તોલમાંથી નીકળેલી ગોળીથી મળેલા બે મેડલ છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતે 2 બ્રોન્ઝ મેડલ જીત્યા છે અને તે બંને સફળતામાં મનુ ભાકરનો હાથ છે. આ મનુ ભાકર ખેલાડી વિશેની વાત છે. પરંતુ મનુ ભાકરના સ્વભાવ વિશે જાણો જેનાથી લાગશે કે તે ખેલાડી નહીં પણ ખેલાડીઓની ખેલાડી છે.


પેરિસમાં અત્યાર સુધી જીતેલા મેડલ બાદ મનુ ભાકરે આપેલા ઈન્ટરવ્યુમાં જે ખુલાસો કર્યો તે તેના ખેલાડીઓની સ્પોર્ટ્સમેન ઈમેજને ઉજાગર કરે છે. મનુ ભાકરે જે કહ્યું તે આશ્ચર્યજનક લાગ્યું પરંતુ તેણે જે સંજોગોમાં આવું કર્યું તે યોગ્ય હતું.


પીવી સિંધુની મદદ માટે બનાવ્યું ફેક એકાઉન્ટ


મનુ ભાકરે જે ખુલાસો કર્યો તે ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુને મદદ કરવા સંબંધિત હતો. ભાકરે જણાવ્યું કે સિંધુ જ્યારે ટ્રોલ થઈ રહી હતી ત્યારે તેણે કેવી રીતે મદદ કરી હતી. મનુ ભાકરના કહેવા પ્રમાણે તેણે પીવી સિંધુને મદદ કરવા માટે નકલી ઓનલાઈન એકાઉન્ટ બનાવ્યું હતું.


એવું લાગે છે કે પીવી સિંધુને પણ મનુ ભાકર તરફથી મળેલી મદદ વિશે જાણ નહોતી. તેને પણ ત્યારે જ ખબર પડી જ્યારે મનુ ભાકરે તેનો ખુલાસો કર્યો. આ જાણીને પીવી સિંધુએ પણ પ્રતિક્રિયા આપી અને મનુ ભાકરને બે ઓલિમ્પિક મેડલની ક્લબમાં સામેલ થવા બદલ અભિનંદન પાઠવ્યા.

મનુ ભાકરે ઓલિમ્પિકમાં રચ્યો ઈતિહાસ


મનુ ભાકર ઓલિમ્પિકના ઈતિહાસમાં 2 મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની ત્રીજી ભારતીય એથ્લેટ છે. તેની પહેલા સુશીલ કુમાર અને પીવી સિંધુ પણ આ કરી ચુક્યા છે. જો કે  મનુ ભાકર એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર ભારતની પ્રથમ ખેલાડી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application