રાજકોટ શહેરના બે નગરસેવિકાના પતિએ આવાસ યોજનામાં આચરેલા કૌભાંડ બાદ આ કૌભાંડોના પડ કોબીની જેમ ઉખડતાં જાય છે. એક પછી એક કૌભાંડ બહાર આવી રહ્યા છે આવાસ કબજે લેવાના કૌભાંડમાં બન્ને નગરસેવિકાને બરતરફ કરાયા બાદ હવે સરકારી જમીનો પર જે દબાણકર્તાઓ છે તેમાં રાજકીય માથાઓની પણ સંડોવણી બહાર આવવાની સંભાવના છે અને આવા દબાણકર્તાઓ પર મહાપાલિકા દ્રારા લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ કાર્યવાહી કરવાનું મન બનાવ્યું હોવાનું જાણવા મળે છે.
મહિલા કોર્પેારેટર ગોલતર અને જાદવના પતિએ આવાસ યોજના વિભાગ સાથે મિલીભગત કરી પોતાના લાગતા વળગતા પરિવારજનોના નામે પણ જરૂરિયાતમંદોને ફાળવવાના થતાં આવાસો મેળવી લીધા હતા અને આવાસ લેટ પર કબજો પણ થઈ ગયો હતો. સમગ્ર કૌભાંડ બહાર આવતાં મહાપાલિકા તત્રં અને શાસક પક્ષ ભાજપ પણ હચમચી ઉઠો હતો. ચૂંટણીને ધ્યાને લઈને કે વધુ આબરુ ન ખરડાઈ અથવા તો ભાજપ પક્ષ આવી કોઈ ગેરરીતિ સાંખી નહીં લે તેવું પ્રસ્થાપિત કરવા માટે બન્ને નગરસેવિકાને બરતરફ કરી દેવાયા અને તેમના પતિદેવોને પણ પક્ષમાંથી હાલના તબક્કે હાંકી કઢાયા છે. આવાસ કૌભાંડ બાદ એ વિસ્તારમાં સરકારી જમીન પર ઓરડીઓ, દુકાનો કે આવા કોમર્શિયલ બાંધકામો ઉભા કરીને વહેંચી દેવાયા કે ભાડે દેવાયા હોવાનું મહાપાલિકાના તંત્રના ધ્યાને આવ્યું હતું. કોનો કબજો છે? અને શું કાયદેસર? શું ગેરકાયદેસર? તે અંગે ટીપી શાખા દ્રારા તપાસ હાથ ધરાઈ હતી.
અંતર્ગત સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ, ટીપી શાખાએ આ સમગ્ર દબાણનો પ્રાથમિક રિપોર્ટ ઉચ્ચ અધિકારીઓ કમિશનર સુધી પહોંચતો કર્યેા હોવાનું અને આ રિપોર્ટના આધારે હવે દબાણકર્તાઓ સામે પગલા લેવા માટે પણ તૈયારીઓ આરંભાશે. એવી પણ વાત ગાજી રહી છે કે, સરકારી જમીનો પર ગેરકાયદેસર બાંધકામ કરીને ભાડા ખાનારા કે કબજા કરનારા ભુ–માફિયા સમાન માથાઓ સામે કોઈ કસર છોડવામાં ન આવે તેવી કડક કાર્યવાહી કરવા માટે મનપા પર ઉપર લેવલથી પણ સૂચના કે આદેશ છૂટા છે. દબાણકર્તાઓ સામે ડિમોલીશન સહિતની કાર્યવાહી ઉપરાંત લેન્ડગ્રેબિંગ એકટ હેઠળ પણ ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ ચાલી રહી હોવાની પણ ચર્ચા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech