શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પરના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનું દોઢ માસ પૂર્વ અપહરણ થયું હોય જે અંગે સગીરાના પરિવારજનોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. છતાં દીકરીના કોઈ સગડ ન મળતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. આ મામલે હાઇકોર્ટમાં હેબિયસ કોપર્સ પણ દાખલ કરી હતી. દરમિયાન એલસીબી ઝોન–૨ ની ટીમે સગીરાને ભગાડી જનાર આરોપી તથા તેને મદદગારી કરનાર તેના પિતા અને ભાઈ સહિત ત્રણેયને લોઠડાથી ઝડપી લઇ સગીરાને મુકત કરાવી હતી. બાદમાં તેનું મેડિકલ ચેકઅપ કરાવતા આરોપીએસ સગીરા પર દુષ્કર્મ આચર્યાનું ખુલતા આરોપી સામે દુષ્કર્મ અને પોકસો એકટની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે.
જાણવા મળતી વિગતો મુજબ, શહેરના ૧૫૦ રીંગ રોડ પરના વિસ્તારમાં રહેતી ૧૭ વર્ષની સગીરાનું કોઈ શખસ અપહરણ કરી ગયા અંગે તેના પરિવારજનોએ ગત ૨૭ ૧ ૨૦૨૫ ના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દીકરી લાપતા થયા બાદ તેના કોઈ સગડ ન મળતા પરિવારજનો ચિંતિત બન્યા હતા એટલું જ નહીં તેમણે આ મામલે હાઇકોર્ટમાં હેબીયસ કોપર્સ પણ દાખલ કરી હતી તેમજ તાજેતરમાં જ પોલીસની કામગીરી અને લોક પ્રતિનિધિઓ સામે પણ સવાલો ઉઠાવ્યા હતા.
દરમિયાન ડીસીપી ઝોન–૨ જગદીશ બાંગરવાની રાહબરી હેઠળ એલસીબીની ઝોન–૨ ના એએસઆઇ જે.બી.ગોહિત તથા ટીમ સગીરાના સગડ મેળવવા તપાસમાં લાગી હતી. દરમિયાન મળેલી બાતમીના આધારે લોઠડા ગામે ઓરડીમાંથી પોલીસે સગીરાને મુકત કરાવી તેનું અપહરણ કરી દેનાર આરોપી મનીષ ઉર્ફે મનીયો અરવિંદભાઈ અઘેરા(ઉ.વ ૨૦ રહે. સુભાષનગર શેરી નંબર ૮ રૈયા રોડ) તેના પિતા અરવિંદ કરશનભાઈ અઘેરા (ઉ.વ ૫૨) તેનો ભાઈ વિકાસ (ઉ.વ ૨૨) ને ઝડપી લીધા હતા.
સગીરાનું નિયમ મુજબ મેડિકલ ચેક અપ કરાવતા આરોપીએ તેના પર દુષ્કર્મ આચયુ હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે આરોપીઓ સામે અપહરણ ઉપરાંત દુષ્કર્મ અને પોકસો એકટની કલમનો ઉમેરો કર્યેા હતો. આરોપી મનીષ ઉર્ફે મનીયો સગીરાને ભગાડી ગયા બાદ અહીં લોઠડામાં ઓરડીમાં તેને રાખી હતી યારે તેના પિતા અને ભાઈએ આ કામમાં તેની મદદગારી કરતા તે પણ આરોપી બન્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોલેજો મન ફાવે તેમ ફી નહીં લઈ શકે: યુનિવર્સિટીએ ધોકો પછાડ્યો
May 09, 2025 11:11 AMકાલાવડ પંથકની તરૂણી પર દુષ્કર્મના કેસમાં આરોપીને ૨૦ વર્ષની સજા
May 09, 2025 11:10 AMજેફરીઝે કહ્યું- ભારત મજબૂત છે: દેશના અર્થતંત્ર-શેરબજારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો
May 09, 2025 11:05 AMબિલ ગેટ્સ વધુ ૧૦૭ બિલિયન ડોલરની સંપત્તિ દાનમાં આપશે
May 09, 2025 11:02 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech