ગાંજાના જથ્થા સાથે અલંગનો શખ્સ ઝડપાયો

  • March 02, 2024 07:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર એસઓજી પોલીસ મથકની ટીમે અલંગ વિસ્તારમાંથી સૂકા ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી લીધો હતો. અલંગના સરકારી દવાખાના પાછળથી સૂકા ગાંજાનો ૨ કિલો ૪૪૦ ગ્રામ ગાંજાનો જથ્થો શખ્સ પાસેથી કબજે કરાયો હતો. અને એસઓજી પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.


ભાવનગર એસઓજી પોલીસ મથક ખાતેથી મળતી માહિતી અનુસાર એસઓજી પોલીસ મથક સ્ટાફ ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન એસઓજી પોલીસને મળેલ ખાનગી રહે બાતમી મળી હતી કે, અલંગના આધારે અલંગ પ્લોટ નં.૨૨ તથા ૨૪ ની સામે સરકારી દવાખાના પાછળ ખોલી (ઓરડી)માં એક શખ્સ પાસે સૂકા ગાંજાનો જથ્થો છે. જે માહિતીના આધારે એસઓજી ટીમે બાતમી વાળી જગ્યા પર રેડ કરતા શખ્સને કબ્જા માંથી સુકો ગાંજો વજન ૨ કિલો ૪૪૦ ગ્રામ જેની કુલ કિંમત રૂપિયા ૨૪,૪૦૦ ના મુદ્દામાલ સાથે સુબોધ જગદીશભાઇ પંડીત (ઉ.વ.૬૨, ધંધો સિકયુરીટી રહે.અલંગ પ્લોટ નં.૨૨ તથા ૨૪ ની સામે સરકારી દવાખાના પાછળ ખોલી (ઓરડી) તા.તળાજા, મુળ.આહરાપાટમ પોસ્ટ તા.જમાલપુર જી.મુગેર સફીયાબાદ રાજય બિહાર થાણા મુગેર) નામનો શખ્સ હાજર મળી આવતા તેની સામે એનડીપીએસ એકટની જોગવાઇ અનુસાર કાર્યવાહી કરી અલંગ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી ધોરણસરની તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application