મોરબીના પ્રૌઢ પાસેથી રૂ.78.61 લાખ ખંખેરીને રાજકોટના શખસે આઈટીની નકલી નોટિસ મોકલી

  • December 11, 2023 11:53 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના ભેજાબાજ શખસે મોરબીના પ્રૌઢ તથા તેના પરિવારને જાળમાં ફસાવી તેમના બન્ને સંતાનો (પુત્ર-પુત્રી)ને ગુગલ કંપ્નીમાં નોકરી અપાવી દેવા તેમજ બજાર કિંમત કરતા ઓછા ભાવે મોરબીમાં ફલેટ અને કાર અપાવી દેવાની લાલચે 78.61 લાખ પિયા પડાવી ત્યારબાદ ઉલ્ટા ચોર કોટવાલકો દંડેની માફક ઈન્કમટેકસ વિભાગની નકલી નોટિસ પણ બનાવી પ્રૌઢ તેના સંતાનોને રકમ બાબતે ખુલાસો પુછતી નોટિસ મોકલીને તેમજ પોતાને આરબીઆઈની ટીમે પકડી પાડયો છે. પતાવટ માટે પિયા આપવા પડશે કહી 78.61 લાખની છેતરપિંડી આચયર્નિી ફરિયાદ રાજકોટના શખસ સામે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.


મળતી માહિતી મુજબ માળીયા (મી) તાલુકાના લક્ષ્મીવાસ ગામે રહેતા મનસુખભાઇ છગનભાઇ કાવર ઉ.વ.54 વાળાએ આરોપી હર્ષ દિનેશભાઇ દવે રહે. બેડીનાકા પાસે સોની બજાર કરશનજી મુલચનજીવાળી શેરીમાં રાજકોટવાળા વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
આરોપી ફરિયાદીની દિકરી અંકિતા રાજકોટથી બસમા બેસી મોરબી આવતી હતી ત્યારે પરિચયમા આવેલ આરોપી હર્ષ દિનેશભાઇ દવે વાતો કરી મનસુખભાઈની પુત્રી અંકિતા તથા પુત્ર આશિષભાઇનો વિશ્વાસ કેળવી સસ્તામા આઇ.ફોન, એપલ કંપ્નીમા નોકરી તેમજ મોરબી ધુનડા રોડ પર ફલોરા-11મા સસ્તામા ફલેટ અપાવી દેવાની લાલચ આપી હતી જેથી 48 લાખ પિયા ટ્રાન્સફર કાર્ય હતા ફલેટની કિ.ા.3,00,000/- છે પણ તમારા તરફથી ા.48,00,000 ટ્રાન્સફર થયેલ છે તેનો આર.બી.આઇ ખુલાશો પુછે છે તેની પતાવટ કરવી પડશે તેવુ બહાનુ કરી,  ઇન્કમ ટેક્ષ ડીપાર્ટમેન્ટનુ ચીહ્ન કોમ્પ્યુટર પર એડીટીંગ કરી બનાવી ઇન્કમટેક્ષ વિભાગના સીક્કા વાળી ખોટી નોટીસ બનાવી  ફરિયાદીને વોટસએપ મારફતે મોકલી હતી.

નોટીસ ફાઇલે કરાવવી પડશે તેનો વહિવટ કરવો પડશે તેવુ બહાનુ કરી તેમજ આરોપીએ આર.બી.આઇ.ની ટીમે મને પકડી લીધેલ છે તેની પતાવટના રૂપીયા આપવા પડશે તેવુ બહાનુ કર્યુ હતું.
ક્રેટા કારના ગુગલ પરથી ફોટાઓ ડાઉનલોડ કરી તે ફોટા ફરિયાદીને વોટસએપથી મોકલી આ કાર સસ્તામા અપાવી દેવાની લાલચ આપી તેમજ આરોપીએ પોતાની માતા બીમાર છે. એવા જુદાજુદા બ્હાના કરી, ફરિયાદીના દિકરા આશિષભાઇને ગુગલ કંપ્નીમા નોકરી તથા સસ્તામા ફલેટ અપાવી દેવાની લાલચ આપી ફરિયાદી પાસેથી કુલ રૂ. 78,61,000ખંખયર્િ હતા. ફલેટ ન મળ્યો નોકરી ન મળી અને આરોપી ભેજાબાજે કૌભાંડ આચર્યુ હતું. છેતરાયેલા  મનસુખભાઇએ આરોપી વિરુદ્ધ મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ આઇપીસી કલમ -406,420, 465,467,468 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application