રાજકોટની મહિલા સાથે .૧૭.૪૪ લાખની સાયબર ફ્રોડમાં પોલીસે વલસાડ પંથકના શખસને ઝડપી લીધો હતો.પોલીસની પુછતાછમાં આ શખસ દુકાન ભાડે રાખી એકાઉન્ટ ભાડે આપવા અને ખરીદવાનો કામ કરતો હતો.આ છેતરપિંડીમાં મુખ્ય આરોપી તરીકે મુંબઇના શખસનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
૧પ૦ ફટ રિંગ રોડ પર બાલાજી હોલ પાછળ મણિ હાઈટસમાં રહેતાં નીશાબેન યશવંતભાઈ પેઢડીયા (ઉ.વ.૩૯) સાથે શેર બજારમાં ઓનલાઈન રોકાણના નામે .૧૭.૪૪ લાખની ઠગાઈના કેસમાં સાયબર ક્રાઈમ પોલીસે એક આરોપી હરીશ વેલજીભાઈ ભાનુશાલી (ઉ.વ.પ૩, રહે. સન રેસીડેન્સી, કીકરલા ઉદવાડા, જી.વલસાડ)ને ઝડપી લીધો હતો.
વધુમાં જણાવા મળતી વિગતો મુબજ,આ કેસમાં સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં અરજી થઈ હતી. જેના આધારે પી.આઈ. આર. જી. પઢીયારે તપાસ આગળ ધપાવી આરોપી હરીશને ઝડપી લીધો હતો. સાયબર ક્રાઈમ પોલીસના સૂત્રોએ જણાવ્યું કે રાજકોટના ગુનામાં આરોપીના બેન્ક ખાતામાં .૧૦ લાખથી વધુની રકમ જમા થઈ હતી.
એટલું જ નહીં અન્ય રાજયોમાં થયેલી ૧પ થી ૧૬ સાયબર ફ્રોડની અરજીમાં પણ આરોપીના બેન્ક ખાતાનો ઉપયોગ થયો હતો. આ ઉપરાંત ગત માર્ચ માસથી મે માસ દરમિયાન આરોપીના બેન્ક ખાતામાં .૬૧ લાખના ટ્રાન્ઝેકશન પણ થયા હતા.
રાજકોટ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર.જી.પઢિયારે આ બાબતે તપાસ હાથ ધરતા આરોપી હરિશે કબૂલાત આપી હતી કે, મુંબઇના એક શખ્સનો પરિચય થયા બાદ તે મુંબઇ ગયો હતો અને ત્યાંથી તેને આવા કામ માટે ફર્નિચર સહિતની એક દુકાન ભાડે આપવામાં આવી હતી. તે દુકાનમાં બેસી પોતે લોકોના બેંક એકાઉન્ટ ભાડે મેળવવા, ખરીદવા સહિતની કામગીરી કરતો હતો. ગઠિયાઓએ માસિક પગાર ચૂકવવાની પણ લાલચ આપી હતી. પોલીસે મુંબઇના શખસની શોધખોળ શ કરી હતી.આરોપીને રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે આરોપીના એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.
આરોપી હરીશ વિધ્ધ લીલીયા પોલીસ મથકમાં વિશ્વાસઘાત, છેતરપિંડી અને નિગોશીયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ કેસ નોંધાયા છે
સજાના વોરંટમાં બે વર્ષથી ફરાર થોરાળાનો શખસ ઝડપાયો
થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલાની રાહબરી હેઠળ પીએસઆઇ એમ.એસ.મહેશ્ર્વરી તથા ટીમ તપાસમાં હતી દરમિયાન એએસઆઇ રાજેશભાઇ મેર તથા દેવશીભાઇ ખાંભલા અને હેડ કોન્સ. જયદિપસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે સજાના વોરંટમાં બે વર્ષથી નાસતા ફરતા આરોપી મનોજ અરવિંદભાઇ મકવાણા(રહે. નવા થોરાળા,આરાધના સોસાયટી પાછળ શાળા નં.૨૯) ને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMIND vs PAK: મેચ વચ્ચે જ ભારતને મોટો ઝટકો, મોહમ્મદ શમી ઘાયલ થતાં ગ્રાઉન્ડની બહાર
February 23, 2025 03:53 PMટોસ હારવામાં ટીમ ઈન્ડિયા શ્રેષ્ઠ... પાકિસ્તાન સામેની મેચમાં બનાવ્યો આ રેકોર્ડ
February 23, 2025 03:38 PMરાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશન સામે જ દ્વારકાધીશ હોટલમાં દેહવ્યાપાર, પોલીસ અજાણ ?
February 23, 2025 03:33 PMરાજકોટની ઝનાના હોસ્પિટલમાં વંદારાજ, જુઓ Video...
February 23, 2025 03:30 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech