વોટ્સએપ સ્ટેટસ મામલે મહિલા પર શખ્સનો હુમલો

  • January 24, 2024 06:42 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાવનગર શહેરના કરચલિયા પરા વિસ્તારમાં રહેતા યુવાનએ મોબાઇલમાં વૉટ્સએપ સ્ટેટ્સ મામલે વોઇસ ફરીયાદીના બેનના નણંદ સાથે મોબાઇલમાં સ્ટેટ્સ પર દિકરાએ ઇમોજી મુકતા યુવાનને વોઇસ રેકોડીંગથી દલીલ થતા જેની દાજ રાખી ઘરે આવી ગાળો આપી તથા ધમકી આપ્યાની ગંગાજળિયા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.


આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર ભાવનગર ગંગાજળિયા પોલીસ મથક ખાતે ભાવનાબેન મહેશભાઇ મકવાણા (ઉ.વ.૨૮ ધંધો ઘરકામ રહે. ક.પરા બજરંગ અખાડાની અંદર) એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, મહિલા અને તેના બેન કોમલબેન ઘરે હતા. તે વખતે મારા મોબાઇલમાં સ્ટેટસ શિવાની જે તેઓના બેનની નણંદ થાય તે સ્ટેટસમાં ફરિયાદીના દિકરાએ ઇમોજી મોકલેલ હતું. જે બાબતે શિવાનીએ વોઇસ રેકોડીંગથી દલીલ થઇ હતી. જેથી તેના પપ્પાને ફોન કરી જણાવેલ કે છોકરાથી ભુલ થયેલ છે. હું તેને ઠપકો આપી દઇશ બાદ થોડીવારમાં શિવાનીનો ભાઇ જતીન ઉર્ફે જગદિશ ભાવેશભાઇ બાંભણીયા મહિલાના ઘરે આવી અને સીધો ગાળો બોલવા લાગેલ અને ભાવુડી કયા ગઇ તેમ કહેતા કહેલ કે અહી જ છું. તો તે શખ્સ ફરિયાદીને ગાળો દેવા લાગેલ અને ઘરે કામ ચાલુ હોય અને પાવડો પડેલ હોય તે પાવડો તેના હાથમાં આવી જતા પાવડા વડે હુમલો કરાયો હતો. અને ઉશ્કેરાઇ જઇ મારી નાખવાની ધમકી આપી તેઓના મમ્મી ઉષાબેન તથા બેન કોમલ તથા આઇશાબેન આવી જતા વધુ ઝઘડો થતા અને યુવાન તેની બાઇક મુકીને નાસી છૂટ્યો હતો. જ્યારે મહિલાને ઇજા પહોંચતા ૧૦૮ માં સારવાર અર્થે સર ટી હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. બનાવ મામલે ઈજાગ્રસ્ત મહિલા દ્વારા જતીન ઉર્ફે જગદિશ ભાવેશભાઇ બાંભણીયા સામે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદના આધારે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application