માલવેર અટેક દક્ષિણના રાજ્યોમાં સૌથી વધુ, તેલંગાણા મોખરે, ગુજરાત ચોથા ક્રમે

  • December 25, 2023 02:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે સમગ્ર વિશ્વમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર સાયબર હુમલામાં વધારો થયો છે. ડિજિટલ ક્ષેત્રના વિસ્તરણથી જોખમો પણ વધી ગયા છે. ’ઈન્ડિયા સાયબર થ્રેટ રિપોર્ટ 2023’ અનુસાર, તેલંગાણા, તમિલનાડુ અને દિલ્હી એ 10 રાજ્યોમાં ટોચ પર છે જ્યાં આ વર્ષે ભારતમાં માલવેર એટેકના સૌથી વધુ કેસ જોવા મળ્યા હતા. ગુજરાત અને મધ્ય પ્રદેશ એવા રાજ્યો છે, જ્યાં નવા આઈટી/આઈટીઇએસ કેન્દ્રોના વધારાને કારણે આ જોખમોની તપાસ વધી છે.


માલવેર એ સોફ્ટવેર છે જે જાણી જોઈને મોબાઈલ અથવા કોમ્પ્યુટરને નુકસાન પહોંચાડવા માટે બનાવવામાં આવ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એન્ડ્રોઇડ સ્માર્ટફોન દર મહિને સરેરાશ ત્રણ અટેક્સનો સામનો કરી રહ્યા છે, જેમાંથી 39 ટકા માલવેર છે. ઈમેલ અને વેબસાઈટની લિંક પર ક્લિક કરવાથી 25% સાયબર હુમલા થાય છે.


ઇન્સ્ટન્ટ ફાઇનાન્સના આ યુગમાં, એવી એપ્લિકેશન્સમાં વધારો થયો છે જે વધુ કાગળની જરૂર વગર નાની લોન આપે છે. છેલ્લા 2-3 વર્ષમાં આવા મૃત્યુમાં વધારો થયો છે જેમાં યુઝર્સને લોનના બદલામાં હેરાનગતિ અને બ્લેકમેલિંગનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રકારના કેસ જોતા ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી આવી 3500 એપ્સ હટાવી દીધી છે.

ભારતની સાયબર સર્વેલન્સ સીસ્ટમની અસર

ભારતીય ઓટોમોબાઈલ ઉદ્યોગ 2023માં સાયબર હુમલાના પ્રાથમિક લક્ષ્ય તરીકે ઉભરી આવ્યો હતો, ત્યારબાદ સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને શિક્ષણ ક્ષેત્રો આવે છે. રિપોર્ટ અનુસાર, 650 ડિટેક્શન દીઠ રેન્સમવેરની એક ઘટના હતી, જ્યારે માલવેરના કિસ્સામાં આ આંકડો પ્રતિ 38,000 સર્ચ પર એક હતો. આ વર્ષે ફેબ્રુઆરીમાં માલવેર એટેકની વધુ ઘટનાઓ બની હતી. ત્યારબાદ ઓગસ્ટમાં ઉછાળો જોવા મળ્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application