સ્કૂલ આઈટમના વેચાણ માટે મોલ: ખાનગી શાળા સંચાલકોની સાઠગાંઠનો આક્ષેપ

  • March 14, 2024 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરની કેટલીક અગ્રણી અને ખ્યાતનામ કહી શકાય તેવી અમુક શાળાના સંચાલકો અને તેના મળતીયાઓએ સાથે મળીને વિધાર્થીઓ માટેના પુસ્તકો સ્ટેશનરી યુનિફોર્મ સ્કુલ શૂઝ જેવી ચીજ વસ્તુઓના વેચાણ માટે મોટા મવા રોડ પર એક મોલ બનાવવાનું નક્કી કયુ છે. હાલ થોડા સમય માટે પુષ્કર ધામ રોડ પર તેનું કામચલાવ વેચાણ શ કયુ હોવાનો આક્ષેપ રાજકોટ સ્ટેશનરી એસોસિયેશનના આગેવાનોએ કર્યેા છે.

એસોસિયેશનના પ્રતિનિધિઓએ કલેકટર તત્રં સમક્ષની રજૂઆતમાં જણાવ્યું હતું કે આ પ્રકારની વેચાણ વ્યવસ્થાનો અમે વિરોધ કરતા નથી. પરંતુ દરેક શાળાએ તેમના બુક લિસ્ટની યાદી પ્રકાશકના નામ સાથે શાળાના નોટિસ બોર્ડ પર મૂકવી જોઈએ. કોઈપણ શાળા તેના નામ છાપેલી નોટબુક અને અન્ય સાહિત્ય વેચી ન શકે. શાળા સંકુલમાં કોઈ પ્રકારની વ્યાપારિક પ્રવૃત્તિઓ ન થવી જોઈએ અને પુસ્તક યુનિફોર્મ જેવી ચીજ વસ્તુઓ માટે ચોક્કસ વેપારીના નામની ભલામણ ન થવી જોઈએ. જો આમ નહીં થાય તો રાજકોટના લગભગ ૫૦૦ જેટલા સ્ટેશનરીના વેપારીઓ અને તેની સાથે કામ કરતા એકાદ હજાર જેટલા નોકરીયાતોના ભવિષ્ય પર ખતરો તોળાઈ રહ્યો છે.
અત્યારે આવી સેલફ ફાઇનાન્સ શાળાઓ વિધાર્થીઓને પુસ્તકોનું લિસ્ટ આપી દે છે અને કયાંથી ખરીદ કરવા તેવી કોઈ સૂચના આપતી નથી. પરંતુ પુસ્તકો કઈ પ્રકાશન કંપનીના ચાલશે તે જણાવતા નથી અને ચાલાકી પૂર્વક વિધાર્થીઓને ફરજિયાત રીતે શાળાએ જણાવેલ દુકાનમાંથી જ ખરીદી કરવી પડે છે.

હાલ રાજકોટમાં ઘણી બધી બીજા રાયની અજાણી પ્રકાશન કંપનીઓ છાપેલી કિંમત ઉપર ૪૦ થી ૫૦ ટકા જેટલું કમિશન આપી શાળા કહે તે દુકાનને જ માલ આપે છે. જાણીતી કંપનીની નોટબુક અને ફુલ સ્કેપ તેની છૂટક બજાર કિંમત કરતા ૧૫ થી ૨૦ ટકા ડિસ્કાઉન્ટથી રિટેલ માર્કેટમાં મળે છે. યારે આ મોલમાં માત્ર પાંચથી દસ ટકાનું વળતર આપવાની જાહેરાત કરે છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application