26 જાન્યુઆરીએ બનાવો આ 5 ત્રિરંગા વાનગી, ફક્ત બાળકો જ નહીં વડીલો પણ થશે ખુશ

  • January 24, 2025 03:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


​​​​​​​દેશભરમાં 76 મા પ્રજાસત્તાક દિવસની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. 26 જાન્યુઆરીનો આ દિવસ દરેક ભારતીય માટે ગર્વનો દિવસ છે. ત્યારે નિયમિત ભોજનને દેશભક્તિ સાથે પણ જોડી શકો છો. જાણો પાંચ એવી સરળ અને સ્વાદિષ્ટ વાનગીઓ વિશે જે ઘરે બનાવી શકો છો અને ટિફિનમાં પણ આપી શકો છો.

ત્રિરંગી પોહા


પોહા એક ખૂબ જ સ્વાદિષ્ટ મહારાષ્ટ્રીયન વાનગી છે, જે નાસ્તામાં ખૂબ જ લોકપ્રિય છે. પોહા ઘરે ખૂબ જ સરળતાથી બનાવી શકાય છે અને તેને ત્રિરંગી લુક પણ આપી શકાય છે. આ બનાવવા માટે લીલા રંગ માટે પાલકનો ઉપયોગ કરવો પડશે, જ્યારે કેસરી રંગ કોળામાંથી આવશે. આ ઉપરાંત ગાજર અને કેપ્સિકમમાંથી પણ ત્રિરંગો બનાવી શકાય છે.


ત્રિરંગી ઢોકળા


ગુજરાતનો આત્મા કહેવાતા ઢોકળાને ત્રિરંગામાં પણ તૈયાર કરી શકાય છે. નાસ્તામાં પણ આનો ઘણો ઉપયોગ થાય છે. ખાસ વાત એ છે કે ઢોકળા બાળકોની સાથે મોટા લોકોને પણ ખૂબ ગમે છે. તેને ટિફિનમાં પણ મોકલી શકો છો. ઢોકળામાં ત્રિરંગો લાવવા માટે કેસરી પાણી અને પાલકની પ્યુરીનો ઉપયોગ કરી શકાય છે.


ત્રિરંગી સેન્ડવિચ


સેન્ડવિચ બનાવવા માટે સૌથી સરળ નાસ્તો તો છે જ પણ તેને ટિફિનમાં પણ લઈ જઈ શકાય છે. આવી સ્થિતિમાં, ત્રિરંગામાં પણ સેન્ડવીચ તૈયાર કરી શકાય છે. લીલી ચટણી અને શેકેલા ગાજરની મદદથી સફેદ બ્રેડમાંથી બનેલા સેન્ડવીચને ત્રિરંગી રંગનો સ્પર્શ આપી શકો છો.


ત્રિરંગી પુલાવ


ઘણા લોકોને શિયાળામાં પુલાવ ખાવાનું ગમે છે. તો 26 જાન્યુઆરીએ ત્રિરંગા પુલાવ પણ તૈયાર કરી શકો છો. લીલા રંગ માટે લીલી ચટણી અને કેસરી રંગ માટે ટામેટાની પ્યુરીનો ઉપયોગ કરી શકો છો. આ વાનગી દેશભક્તિ દર્શાવવાનો શ્રેષ્ઠ માર્ગ પણ સાબિત થઈ શકે છે.


ત્રિરંગી પાસ્તા


પાસ્તા એક એવો વિકલ્પ છે જે દરેકને ટિફિનમાં લઇ જવાનું ગમે છે. આ વાનગી શાકભાજી અને પનીરમાંથી બનાવવામાં આવે છે અને બ્રોકોલી, ગાજર, ચીઝ વગેરેનો ઉપયોગ કરીને તેને ત્રિરંગી રંગ આપી શકો છો. પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આ પાસ્તા ટિફિન અલગ જ દેખાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application