દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણેશ ચતુર્થી ભારતભરમાં ધામધૂમથી ઉજવવામાં આવશે. આ દિવસને ખાસ બનાવવા માટે ભગવાન ગણેશના મનપસંદ મોદકને ઓછા સમયમાં ઘરે બનાવી શકો છો. એવું માનવામાં આવે છે કે મોદક ચઢાવનારા ભક્તો પર ગણપતિની અપાર કૃપા હોય છે. આ ગણેશ ચતુર્થીએ બજારમાંથી ખરીદવાને બદલે ઘરે જ બનાવો સ્વાદિષ્ટ મોદક.
ચોકલેટ મોદક બનાવવા માટેની સામગ્રી
બનાવવાની રીત
સૌપ્રથમ ડાર્ક ચોકલેટ લો અને તેને ઓગાળી લો. ચોકલેટ ઓગાળવા માટે એક ફ્રાય પેનમાં પાણી નાખી ઉપર એક બાઉલ મુકો અને ચોકલેટ ઓગાળી લો. હવે એક કડાઈમાં ઘી મુકી થોડીવાર માટે તેમાં કાજુ, બદામ, પિસ્તા અને નાળિયેર નાખીને ફ્રાય કરો. પછી તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક નાખીને તૈયાર કરો. મિશ્રણ તૈયાર થઈ જાય પછી તેમાં ઓગળેલી ચોકલેટ ઉમેરો અને થોડી વાર ઠંડુ થવા દો અને છેલ્લે મોલ્ડમાં નાખીને મોદકનો આકાર આપો. આ રીતે ચોકલેટ મોદક તૈયાર કરી શકો છો.
પનીર મોદક બનાવવા માટેની સામગ્રી
બનાવવાની રીત:
એક કડાઈમાં ઘી ગરમ કરી તેમાં પનીર નાખીને સારી રીતે તળી લો. હવે તેમાં ખાંડ નાખીને મિક્સ કરો, પછી તેમાં કાજુ, બદામ અને એલચીનો ભૂકો નાખીને બરાબર મિક્ષ કરી લો. જ્યારે મિશ્રણ ઠંડુ થાય ત્યારે તેને મોલ્ડમાં નાંખી દો. આ રીતે ઘરે પનીર મોદક બનાવી શકો છો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech