સાયબર ઠગો વિરુદ્ધ મોટી કાર્યવાહી, હરિયાણા પોલીસ દ્વારા 14 ગામોમાં દરોડા, 2 લાખથી વધુ મોબાઈલ નંબર બ્લોક

  • April 28, 2023 06:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


હરિયાણા પોલીસ દ્વારા દિલ્હીમાં આવેલા 'ન્યૂ જામતારા' એટલે કે મેવાતમાં સાયબર ઠગ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજસ્થાન અને યુપીની સરહદને અડીને આવેલા મેવાતના 14 ગામોમાં પોલીસે દરોડા પાડ્યા છે. જેમાં 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. એટલું જ નહીં પોલીસે સાયબર ફ્રોડમાં ઉપયોગમાં લેવાતા 2 લાખથી વધુ મોબાઈલ નંબર બ્લોક કર્યા છે. ગુરુગ્રામના એસીપી સાયબરની દેખરેખ હેઠળ પાડવામાં આવેલા આ દરોડામાં 4000 થી 5000 પોલીસકર્મીઓ સામેલ હતા.  આ વિસ્તારોમાંથી સાયબર ક્રાઈમની ઘટનાઓ સતત થઈ રહી હતી. તાજેતરમાં, કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલ 9 રાજ્યોમાં 32 સાયબર ક્રાઈમ હોટસ્પોટ્સમાં મેવાત, ભિવાની, નૂહ, પલવલ, મનોતા, હસનપુર, હાથન ગામોનો સમાવેશ થાય છે.



સાયબર ઘટનાઓની સતત ફરિયાદો મળ્યા બાદ ભોંડસી પોલીસ સેન્ટરમાં ગોપનીય સ્તરે દરોડાની રણનીતિ ઘડવામાં આવી હતી. આ પછી 102 ટીમોએ 14 ગામોને ચારે બાજુથી ઘેરી લીધા અને દરોડા પાડ્યા હતા. મેવાતના પુનહાના, પિંગવા, બિછોર, ફિરોઝપુર પોલીસ સ્ટેશન હેઠળના મહુ, તિરવાડા, ગોકલપુર, લુહિંગા કાલા, અમીનાબાદ, નાઈ, ખેડલા, ગડૌલ, જેમંટ, ગુલાલતા, જાખોપુર, પાપડા, મામલિકા ગામોમાં દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરમિયાન 14 ડીએસપી અને 6 એએસપી દ્વારા 102 ટીમો બનાવવામાં આવી હતી. જેમાં લગભગ 4000-5000 પોલીસકર્મીઓ હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application