મધ્યપ્રદેશના સિવનીમાં મોટો અકસ્માત, એમ્બ્યુલન્સ પલટી જતાં ચારના મોત

  • December 01, 2024 05:45 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં એક મોટો અકસ્માત થયો છે. અહીં એમ્બ્યુલન્સ પલટી જતાં ચાર લોકોના મોત થયા હતા અને પાંચ ઘાયલ થયા હતા. અકસ્માત બાદ ઘટનાસ્થળે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ અકસ્માત ધુમા પોલીસ સ્ટેશન વિસ્તારમાં જબલપુર-નાગપુર હાઈવે પર થયો હતો. એમ્બ્યુલન્સ આંધ્ર પ્રદેશના કુર્નૂલથી બિહારના પશ્ચિમ ચંપારણ જઈ રહી હતી. રાહદારીને ટક્કર માર્યા બાદ એમ્બ્યુલન્સ પોલ સાથે અથડાઈને પલટી ગઈ હતી.


આ લોકોએ જીવ ગુમાવ્યો


SDOP અપૂર્વ ભાલાવીએ જણાવ્યું હતું કે, "એમ્બ્યુલન્સ આંધ્રપ્રદેશના કુર્નૂલથી અનિશ શાહ (18) નામના ઘાયલ વ્યક્તિને બિહારના પશ્ચિમ ચંપારણ જિલ્લામાં તેના વતન ગામ લઈ જઈ રહી હતી. એમ્બ્યુલન્સમાં બે ડ્રાઈવર અને તેના છ સંબંધીઓ હતા. પ્એ

એમ્બ્યુલન્સથી રાહદારીને ટક્કર લાગી અને ત્યારબાદ કાબૂ ગુમાવ્યો અને પલટી મારી ગઈ. જેમાં પ્રતિમા શાહ (35), પ્રિન્સ શાહ (4), મુકેશ શાહ (36) અને સુનીલ શાહ (40)એ જીવ ગુમાવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application