મુંબઈમાં વરસાદના કારણે મોટી દુર્ઘટના, હોર્ડિંગ્સ પડી જવાથી 8 લોકોના મોત, 66 ઘાયલ

  • May 13, 2024 11:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પંતનગરના ઘાટકોપર પૂર્વના પોલીસ ગ્રાઉન્ડ પેટ્રોલ પંપ પર એલ્યુમિનિયમનો શેડ ધરાશાયી થતાં 8 લોકોના મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે. જ્યારે 66 લોકો ઘાયલ થયા હતા. 





છેલ્લા કેટલાક દિવસોથી મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ મુંબઈ, થાણે, પાલઘરમાં વીજળી અને મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. આજે (13 મે) બપોર પછી મુંબઈમાં અચાનક જોરદાર પવન ફૂંકાવા લાગ્યો અને ત્યારબાદ કેટલીક જગ્યાએ વરસાદ પણ જોવા મળ્યો. આ ધૂળના તોફાન અને વરસાદના કારણે ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો પણ મળી રહ્યા છે. એક અધિકારીએ જણાવ્યું કે પેટ્રોલ પંપ પર લોખંડનું હોર્ડિંગ પડવાથી 8 લોકોના મોત થયા છે અને 66 લોકો ઘાયલ થયા છે.


ઉલ્લેખનીય છે કે ઘટના માટે જવાબદારો સામે એફઆઈઆર નોંધવામાં આવી છે અને કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત મુખ્યમંત્રીએ સરકારી ખર્ચે ઘાયલોની સારવાર અને મૃતકોને રૂપિયા 5,00,000નું વળતર આપવાની જાહેરાત કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application