વર્ષ ૨૦૨૩થી શ થયેલા હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટના મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ નું કામ ૭૦% પૂર્ણ થઈ ચૂકયું છે. ઇન્ટરનેશનલ એરપોર્ટના નવા આધુનિક ટર્મિનલથી પ્રથમ ડોમેસ્ટિક ફલાઇટ જ ઉડાન ભરશે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ના હિરાસર પ્રોજેકટના અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્ય ટર્મિનલ બિલ્ડીંગ નું કામ તેજ ગતિથી ચાલી રહ્યું છે. ૨૪ કલાક બિલ્ડીંગની બાકીની રહેતી કામગીરી પૂર્ણ કરવા માટે લાગી ગઈ છે. હાલમાં ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર થઈ ચૂકયું છે પરંતુ હજુ બિલ્ડીંગ ની અંદર લોરિંગ થી માંડી ઇન્ટિરિયરની કામગીરી તેમજ કસ્ટમ અને ઈમિગ્રેશન કાઉન્ટર ઉપરાંત સિકયુરિટી કોરીડોર સહિતની મુખ્ય કામગીરીઓ બાકી છે.
આ કામ પૂં થતાની સાથે જ ડોમેસ્ટિક એરપોર્ટ શ થઈ જશે પરંતુ હજુ ઇન્ટરનેશનલ એરપોર્ટ શ થવામાં લાંબો સમય લાગશે તેવું ઓથોરિટીના સૂત્રોએ શકયતા વ્યકત કરી છે કારણ કે ટર્મિનલ બિલ્ડીંગ નું કામ પૂં થશે અને આંતરરાષ્ટ્ર્રીય એરપોર્ટના ધારા ધોરણો મુજબની કામગીરી થયા બાદ ડી.જી.સી.એ. દ્રારા લીલીઝન્ડી અપાયા બાદ બ્યુરો સિકયુરિટી ઓફ એવીએશન નો સર્વે હાથ ધરાશે. આ તમામ વહીવટી અને સિકયુરિટી ની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ આંતરરાષ્ટ્ર્રીય લાઇટ રાજકોટ થી ઉડાન ભરશે.
એરપોર્ટના સૂત્રોએ એમ પણ જણાવ્યું હતું કે, મુખ્ય બિલ્ડીંગ નું કામ પૂં થયા બાદ પણ હજુ આંતરરાષ્ટ્ર્રીય લાઇટ શ થતા એકાદ વર્ષ જેટલો સમય લાગી જશે. બિલ્ડીંગનું કામ પૂં થયા બાદ રન વે ને ચોટીલા તરફ લંબાવવામાં આવશે અગાઉ ઓથોરિટી દ્રારા રન વે માટે વધુ જગ્યા ફાળવવા માટે સરકાર પાસે માંગણી કરવામાં આવી હતી. વધુ એક કિલોમીટર રનવે લંબાવવામાં આવશે. ૭૭ એકર જમીન માટે માંગણી કરવામાં આવી હતી. રન વે લંબાશે અને ૩૦૪૦ મીટર માંથી રન વે ની લંબાઈ ૪૦૦૦ મીટરની થશે. જેથી ઇન્ટરનેશનલ લાઇટ શ થાય ત્યારે મોટા એરક્રાટ નું પાકિગ સરળતાથી થઈ શકે. આ ઉપરાંત વધુ પાકિગ પણ બનાવવામાં આવશે
રન વેને મોટો કરાશે, નવા પાકિગ પણ બનશે
રાયના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ૨૫૦૦ માં ફેલાયેલું છે. હાલના તબક્કે ૩૦૪૦ મીટર લાંબો અને ૪૫ મીટર પહોળો રન વે બન્યો છે. અત્યારના સમયે નવા એરપોર્ટ પર ચાર એરક્રાટ પાકિગ થઈ શકે તેવી જ સુવિધા ઉભી કરાઈ હોવાથી નવી લાઈટ શ થઈ શકતી નથી. અત્યારના શેડુલ મુજબ ૧૧ જેટલી લાઈટ ઉડાન ભરે છે. જો એરકારફટ માટે નવા પાકિગની સુવિધા મળે તે માટે એરપોર્ટ થોડીક દ્રારા સરકાર પાસે ૭૭ એકર વધુ જમીન માગવામાં આવી હતી તેના અનુસંધાને આગામી ટૂંક સમયમાં રનવે એક કિલોમીટર વધારવામાં આવશે તેવું સુત્રોએ જણાવ્યું છે
ટૂંક સમયમાં કસ્ટમ અને ઈમિગ્રેશન માટેનું નોટિફિકેશન
હાલમાં મુખ્ય ટર્મિનલમાં સિવિલ અને ટેકનિકલ કામગીરી સમાંતર ધોરણએ પૂરજોશમાં ચાલી રહી છે. યારે આ કાર્ય પૂં થઈ જાય ત્યારબાદ કસ્ટમ અને ઈમીગ્રેશન માટેનો તબક્કો શ થશે. જેના માટે નોટિફિકેશનની પ્રક્રિયા ઓથોરિટી હાથ ધરશે. સૌથી વધારે સમય કસ્ટમ યુનિટ માટે લાગે છે. જેના માટે ખાસ સિકયુરિટી સાથે કામ શ કરવામાં આવે છે જેમાં કસ્ટમ કોરિડોર સાથે ગ્રીન અને રેડ ચેનલ તૈયાર કરાશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech