મૈ અટલ હૂં ફિલ્મ ઓટીટી પર થશે રીલીઝ

  • March 11, 2024 10:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બોલીવૂડના પીઠ અભિનેતા પંકજ ત્રિપાઠીની ફિલ્મ 'મેં અટલ હું' ફિલ્મ 14 માર્ચેના રોજ ઓટીટી પ્લેટફોર્મ જી5 પર જોવા મળશે બોલીવૂડના પીઠ અભિનેતાઓમાંના એક પંકજ ત્રિપાઠી છે. જેઓની ફિલ્મ 'મેં અટલ હું' આ વર્ષે જાન્યુઆરીમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેમણે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીની ભૂમિકા નિભાવી હતી. આ ફિલ્મમાં તેમના અભિનયને જોઈને ક્રિટિક્સ પણ તેમના ખૂબ જ વખાણ કરી હતી. જો કે, આ ફિલ્મે બોક્સ ઓફિસ પર કંઈ ખાસ ધમાલ મચાવી ન હતી. આ ફિલ્મ ટૂંક સમયમાં જ ઓટીટી પર આવવાની છે.

કયા પ્લેટફોર્મ પર જોવા મળશે

આ ફિલ્મ ટૂંક સમયમાં ઓટીટી પ્લેટફોર્મ જી5 પર આવી રહી છે. જી5 તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેનો એલાન કર્યો છે. સાથો સાથ પોસ્ટર શેયર પણ કર્યો છે. જેના કેપ્શનમાં લખ્યું છે કે, 'શરૂ કરો તૈયારી, આ રહી હૈં અટલ બિહારી'. 'મેં અટલ હું' આ પ્રીમિયર 14 માર્ચેના રોજ ફક્તને ફક્ત જી5 પર જોવા મળશે 


આ ફિલ્મમાં કયાં કયાં અભિનેતા છે ?

ફિલ્મ 'મેં અટલ હું'માં પંકજ ત્રિપાઠીએ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારીનો કિરદાર નિભાવ્યો છે. આ ફિલ્મમાં અટલ બિહારીની કવિથી લઈ રાજનેતા બનવા સુધી સફર બતાવવામાં આવી છે. પંકજ ત્રિપાઠી સિવાય આ ફિલ્મમાં પીયુશ મિશ્રા, રાજા સેવક, દયા શંકર પાંડે તેમજ એકતા કૌલ સહિતના અન્ય કલાકારો પણ સામેલ છે.  

બોક્સ ઓફિસ પર કેટલી કમાણી કરી હતી

રવિ જાધવ દ્વારા નિર્દેશિત જાધવ અને ઋષિ વિરમાણી દ્વારા લખાયેલી આ ફિલ્મનું નિર્માણ વિનોદ ભાનુશાલી, સંદીપ સિંહ અને કમલેશ ભાનુશાલી દ્વારા ભાનુશાલી સ્ટુડિયો લિમિટેડ અને લિજેન્ડ સ્ટુડિયોના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. આ ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનની વાત કરીએ તો  આ ફિલ્મે ઘરેલુ બોક્સ ઓફિસ પર એક સપ્તાહમાં 7.95 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application