ચોટીલાના પીપરાળી ગામે રહેતા યુવકે પંદરેક દિવસ પહેલા ભેસાણના ખંભાળિયા નજીક ઝેરી દવા પી લેતા જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા દમ તોડી દીધો હતો. બનાવના પગલે ભેંસાણ પોલીસને જાણ કરવામાં આવી છે.
બનાવની પ્રાપ્ત વિગત ચોટીલાના પીપરાળી ગામે રહેતો મહેશ સુરાભાઈ ઓકિયા (ઉ.વ.૨૨) નામના યુવકે ગત તા.૧૫/૪ના ભેંસાણના ખંભાળિયા ગામે ઝેરી દવા પી લેતા પ્રમ ચોટીલા બાદ મેટોડા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા ચાલુ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે હોસ્પિટલ ભેંસાણ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક છૂટક મજૂરી કામ કરતો હતો અને બે ભાઈ ત્રણ બહેનમાં મોટો હતો અને છૂટાછેડા થઇ ગયા હતા. તેણે ક્યાં કારણોસર આપઘાત કર્યો તે અંગે પોલીસે તપાસ હા ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસુરતના પ્રાણી સંગ્રહાલયમાં H5N1 વાયરસનો ખતરો: પ્રાણીઓમાં ફેલાયો ચેપ
January 08, 2025 08:51 PMસાબરકાંઠામાં HMPV વાયરસનો ખતરો: અમદાવાદ બાદ હિંમતનગરમાં 8 વર્ષનું બાળક સંક્રમિત
January 08, 2025 08:49 PMખંભાળિયાના માંઝા ગામે કૂવામાં ખાબકેલા શિયાળનું રેસ્ક્યુ કરાયું
January 08, 2025 07:26 PMજામનગરમાં પ્રદર્શન ગ્રાઉન્ડમાં બની રહેલા વૈકલ્પિક એસટી ડેપોનો વિરોધ
January 08, 2025 06:04 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech