રાજકોટમાં પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ આજે એઠલે કે શનીવારે શહેરમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં સમાજના લોકો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
કેસરી સાફો અને કેસરી સાડી પહેરી ક્ષત્રિય સમાજના લોકો થયા એકત્ર
રાજકોટ ખાતે આજે મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજ દ્વારા રેલી કાઢવામાં આવી હતી. જેમાં ભાઈઓ કેસરી સાફા સાથે તેમજ મહિલાઓ કેસરી સાડી પહેરી એકઠા થયા હતા. અને ત્યાર બાદ કલેકટરને આવેદન આપવા કલેકટર કચેરી ખાતે પહોચ્યા હતા.
છેલ્લા 10 દિવસથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ
રાજકોટ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજના નિવેદન બાદ છેલ્લા દસ દિવસથી સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે.
મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો જોડાયા
પરશોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ સળગેલો મામલો શાંત પડવાનું નામ લઇ રહ્યો નથી. ક્ષત્રિય સમાજનો આક્રોશ આસમાને છે, તેની વચ્ચે રાજકોટમાં ક્ષત્રિય સમાજ દ્વારા મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મહારેલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરૂષો જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech