વિદેશી દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપીને ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડએ ઝડપી લીધો હતો.
ભાવનગર પેરોલ ફર્લો સ્કવોડના પોલીસ સ્ટાફના માણસો ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન પોલીસ સ્ટાફને બાતમીરાહે હકિકત મળેલ કે, ઉમરાળા પોલીસ મથકમાં દાખલ થયેલ વિદેશી દારૂના ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલ રહે.આખલોલ જકાતનાકા, દરબારગઢ, ભાવનગર મુળગામ-મગલાણા, તા.શિહોર, જી.ભાવનગર હાલ ભાવનગર શહેર, ક્રેસન્ટ સર્કલમાં જાહેર રોડ ઉપર ઉભેલ હોવાની બાતમી મળેલ. જે બાતમી આધારે સ્ટાફના માણસો બાતમીવાળી જગ્યાએ આવતાં નીચે મુજબના નાસતાં-ફરતા શક્તિસિંહ રામદેવસિંહ ગોહિલ (ઉ.વ.૨૪ ધંધો.ડ્રાઇવીંગ રહે.આખલોલ જકાતનાકા, દરબારગઢ, મફતનગર, ઇન્દીરાનગર, ભાવનગર, મુળગામ-મગલાણા, તા.શિહોર, જી.ભાવનગર)ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા આરોપી સામે ભાવનગર, ઉમરાળા પોલીસના પાર્ટ-સી ગુ.ર.નં.-૧૧૧૯૮૦૫૯૨૫૦૦૩૧/૨૦૨૫ પ્રોહી. એક્ટ કલમ.-૬૫(એ)(એ), ૧૧૬(બી), વિ. મુજબનો ગુનો નોંધાયો હતો. આ કામગીરીમાં પોલીસ ઇન્સ. એ.આર.વાળાના માર્ગદર્શન હેઠળ, પોલીસ ઇન્સ. પી.બી.જેબલીયા, સ્ટાફના હીરેનભાઇ સોલંકી, હારિતસિંહ ચૌહાણ, બળદેવભાઇ મકવાણા, મજીદભાઇ સમા, સોહીલભાઇ ચોકીયા, સંજયસિંહ ઝાલા, સત્યજીતસિંહ ચુડાસમા અને પ્રજ્ઞેશભાઇ પંડયા સહિતના જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપહેલગામ હુમલાના આતંકવાદીઓને પકડવામાં મદદ કરશે US, તુલસી ગબાર્ડ બોલી, આ ઇસ્લામિક આતંકવાદી હુમલો
April 25, 2025 09:58 PMપાર્કિંગ નહીં તો દુકાન સીલ!: એસજી હાઇવે પર ઇસ્કોન ગાંઠિયા સહિત 12 દુકાનો પાર્કિંગના મામલે સીલ
April 25, 2025 09:56 PMરાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે 24 કલાક રહેશે ચાલુ...જાણો કારણ
April 25, 2025 09:12 PMજામનગરના જિલ્લા પંચાયત સર્કલ પાસે VHP દ્વારા કાશ્મીરના મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ
April 25, 2025 07:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech