દિલ્હીના મંડોલીમાં નકલી સિક્કા બનાવવાની ફેકટરીનો પર્દાફાશ થયો છે. ત્યાં ૨૦ પિયાના નકલી સિક્કા બનાવવામાં આવ્યા હતા. દિલ્હી પોલીસે આ કેસમાં બે લોકોની ધરપકડ કરી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અત્યાર સુધી આ આરોપીઓએ ૨૦ લાખ પિયાની કિંમતના એક લાખ સિક્કા બજારમાં વહેતા કરી દીધા છે. યમુના પરના મંડોલી વિસ્તારમાં ૨૦ રૂપિયાના નકલી સિક્કા બનાવતી ફેકટરી ઝડપાઈ છે. સ્પેશિયલ સેલે પૂર્વ રોહતાશ નગરના રહેવાસી આકાશ રાઠોડ (૨૭) અને મધ્યપ્રદેશના ઈન્દોરના રહેવાસી સર્વેશ યાદવ (૨૪)ની ધરપકડ કરી છે. પોલીસે તેમની પાસેથી ૧ લાખ ૭૦ હજાર પિયાના નકલી સિક્કા કબજે લીધા છે. પોલીસનો દાવો છે કે અત્યાર સુધીમાં તેઓ લગભગ ૨૦ લાખ રૂપિયાના એક લાખ સિક્કા બજારમાં ખર્ચી ચૂકયા છે.ડીસીપી મનોજ સી.એ જણાવ્યું કે એસીપી સંજય દત્તની દેખરેખ હેઠળ ઈન્સ્પેકટર ચંદ્રિકા પ્રસાદ અને સતબીર સિંહની ટીમે ૨૩ માર્ચે બુરારીના ઉત્તરાખડં એન્કલેવમાંથી આરોપીની ધરપકડ કરી હતી. સર્વેશ ઈન્દોરથી આકાશ પાસેથી નકલી સિક્કા લેવા આવ્યો હતો. પોલીસે . ૧ લાખ ૬૦ હજારના નકલી .૨૦ના સિક્કા કબજે કર્યા હતા. આ મૂળ સિક્કા કરતાં હળવા અને ચમકદાર હતા. આના પર રાષ્ટ્ર્રીય ચિ઼ પણ સ્પષ્ટ્ર રીતે છાપવામાં આવ્યું હતું. આ મૂળ કરતાં વધુ કઠોર હતા.
પૂછપરછ દરમિયાન આરોપી આકાશે પોલીસને જણાવ્યું કે તે તેના સહયોગીઓ સાથે મળીને નકલી સિક્કા બનાવવા અને સપ્લાય કરવાનું કામ કરે છે. અત્યાર સુધીમાં દિલ્હી–એનસીઆર, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ૨૦ લાખ રૂપિયાથી વધુની કિંમતના ૨૦ પિયાના નકલી સિક્કા મળી આવ્યા છે. પોલીસે મંડોલીના મિલન ગાર્ડનમાં આવેલી તેની ફેકટરી પર દરોડો પાડો હતો. ત્યાંથી ૨૦ રૂપિયાના ૫૦૦ નકલી સિક્કા, સિક્કા બનાવવા માટેનો રંગ, અયોધ્યા રામ મંદિરના નકલી સિક્કા અને મોટી માત્રામાં કાચો માલ મળી આવ્યો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech