"ભાજપના સિનિયર નેતા મારા કરોડો રૂપિયા ચાંઉ કરી ગયા", સાંસદ રામ મોકરીયાની સોશિયલ મીડિયામાં પોસ્ટે જગાવી ચર્ચા

  • May 30, 2023 11:09 AM 

રાજકોટ શહેરમાં હાલ એક સમાચાર ચર્ચામાં છે. જેમાં સાંસદ રામ મોકરીયાની પોસ્ટ વાયરલ થઈ છે. આ પોસ્ટમાં સોશિયલ મીડિયામાં ચર્ચા શરૂ કરાવી દિધી છે. પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક અબજપતિ સિનિયર નેતા પર રૂપિયાની લેતી દેતી મામલે આરોપ લગાવવામાં આવ્યો છે.




સાંસદ રામ મોકરીયાએ પોસ્ટમાં શું કહ્યુ ?
સાંસદ રામ મોકરીયાએ પોસ્ટમાં લખ્યુ કે, એક અબજોપતિ સિનિયર નેતાએ મારા પૈસા આપ્યા નથી તેમજ એ નેતાની નિયત ખરાબ હોવાથી મારા પૈસા આપ્યા નથી તેમણે વધુમાં જણાવ્યું હતુ કે  તે નેતા વર્ષ 1990થી સરકારમાં જુદા જુદા પદે રહી ચૂક્યા છે તેમજ 1980થી તેઓ રાજકારણમાં સક્રિય છે.


રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ
સાંસદ રામ મોકરીયાની એક પોસ્ટ વાયરલ થઈ છે. વાયરલ થયેલી આ પ્રકારની પોસ્ટના કારણે હાલ તો રાજકીય ચર્ચાએ જોર પકડ્યુ છે. ત્યારે હાલ તો ચર્ચા ચાલી રહી છે કે સાંસદશ્રીના રૂપિયા કોને લીધા છે કોણ છે જે વર્ષ 1980થી સક્રિય રાજકારણમાં છે ? સાંસદની આ પોસ્ટ બાદ હાલ તો અનેક તર્ક વિતર્ક લોકો લગાવી રહ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application