સભ્યો બનાવવા માટે 8800002024 પર મીસકોલ કરવો: સમગ્ર ગુજરાતમાં ભાજપનું સદસ્ય બનાવવાનું અભિયાન જોરશોરથી: દિવાળી પહેલા ટાર્ગેટ પુરો કરવા આદેશ
ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં સદસ્યતા અભિયાન 2024 શ કરવામાં આવ્યું છે ત્યારે ગુજરાતના ટોપ 10 સાંસદોમાં જામનગર અને દેવભુમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે સૌથી વધુ સભ્યો બનાવવામાં બીજો ક્રમ મેળવતાં તેમના ઉપર અભિનંદનની વષર્િ થઇ રહી છે, હજુ આગામી દિવસોમાં વધુ સભ્ય બનાવવામાં આવશે, ભાજપ દ્વારા સમગ્ર ગુજરાતમાં સભ્ય બનાવવા માટે 8800002024 પર મીસકોલ કરવા જણાવાયું છે અને દિવાળી પહેલા અમુક લોકોને ટાર્ગેટ પુરો કરવા પણ જણાવી દેવામાં આવ્યું છે.
જાણવા મળતી માહીતી મુજબ સદસ્યતા અભિયાન 2024માં ટોપ 10 સાંસદોમાં ગુજરાતના મનસુખભાઇ માંડવીયા (પોરબંદર), જામનગરના પૂનમબેન માડમ, નવસારીના સી.આર.પાટીલ, રાજયસભાના સભ્ય નરહરીભાઇ અમીન, દાહોદના સાંસદ જશવંતસિંહ ભાંભોર, વલસાડના સાંસદ ધવલભાઇ પટેલ, સાબરકાંઠાના સાંસદ શોભનાબેન બારૈયા, રાજયસભાના સભ્ય જશવંતસિંહ પરમાર, રામભાઇ મોકરીયા અને કેશરીદેવસિંહ ઝાલા સભ્ય બનાવવામાં મોખરે રહ્યા છે.
જામનગર શહેર-જિલ્લામાં પણ તમામ ધારાસભ્ય અને પદાધિકારીઓને ટાર્ગેટ આપવામાં આવ્યા છે, નગરસેવકો, તાલુકા પંચાયતના સભ્યો, જિલ્લા પંચાયતના સભ્યો સહિતના પદાધિકારીઓને પણ સભ્ય બનાવવા ચોકકસ ટાર્ગેટ આપવામાં આવ્યો છે અને દિવાળી પહેલા સભ્ય બનાવવાની કામગીરી ઝડપી બનાવવા પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ સુચના આપી દીધી છે.
જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના સાંસદ પૂનમબેન માડમે સમગ્ર ગુજરાતમાં સાંસદોમાં વધુ સભ્યો બનાવીને બીજુ સ્થાન મેળવ્યું છે જે ગૌરવની વાત કહી શકાય. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાને પણ એક ચોકકસ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે અને આગામી દિવસોમાં તમામ સભ્યોને આ ટાર્ગેટ પુરો કરવા પણ જણાવી દેવામાં આવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech