આખલાનો આતંક વધ્યો હોવાની વાત સાંસદ મોહન કુંડારિયાએ સ્વીકારી, કહ્યું, "આખલોને નંદીઘરમાં રાખી તંત્ર જતન કરે તે જરૂરી"

  • May 24, 2023 11:02 AM 


રખડતા આખલાઓ બાબતે સાંસદ મોહન કુંડારિયાએ નિવેદન આપ્યું છે. બળદ આધારિત ખેતી હવે નષ્ઠ થઈ છે. ગાયો વાછરડાને જન્મ આપે, મોટો થાય ત્યારે છોડી દે છે જેને લઈને આખલાઓ રખડતા હોય છે. આખલાનો આતંક હાલ વધ્યો હોવાની વાત સાંસદે પણ સ્વીકારી છે. રાજ્યસરકાર દ્વારા આખલાઓને નંદીઘરમાં રાખવામાં આવે અને તેનું જતન નગરપાલિકા, મહાનગરપાલિકામાં કરવામાં આવે તે જરૂરી બન્યું છે.



રાજકોટ સહિત રાજ્યભરમાં ઢોરના આતંકને લઇને લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અનેક બનાવ્યો બની ચૂક્યા છે. ઢોરના આતંકને નિયંત્રિત કરવું તંત્ર માટે પણ અઘરું છે. ઢોરનો આતંક વધ્યો હોવાની વાત આજે સાંસદ મોહન કુંડારિયાએ પણ સ્વીકારી છે. રેસકોર્સમાં યોજાયેલા ગૌ ટેક એક્સ્પોમાં ઉપસ્થિત સાંસદ મોહન કુંડારિયાએ આખલાના આતંક અંગે નિવેદન આપ્યું છે અને જણાવ્યું છે કે, બળદ આધારિત હવે ગામડાઓમાં ધીમેધીમે ખેતી હવે નષ્ઠ થઈ છે. એવામાં ગાયો જ્યારે વાછરડાને જન્મ આપે છે અને ત્યારબાદ તે મોટો થાય અને છોડી દેવામાં છે જેને લઈને આખલાઓ રખડતા હોય છે અને લોકો તેનો શિકાર બને છે. જો રાજ્યસરકાર મારફતે નંદિઘર બનાવવામાં આવે અને ત્યાં આખલોની માવજત કરવામાં આવે, નગરપાલિકા કે મહાનગરપાલિકાઓ તેનું જતન કરે તો સમસ્યાનો નિરાકરણ આવી શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application