કળિયુગમાં પણ અહીં દેખાય છે ભગવાન શિવનો ચમત્કાર..આ ગુફામાં પાણીના ટીપાથી બને છે સ્વયંભૂ શિવલિંગ,જુઓ વિડીયો

  • February 18, 2023 07:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



સૌરાષ્‍ટ્રના પ્રખ્યાત એવા બરડા ડુંગરની તળેટીમાં જાંબુવનની ગુફા આવેલી છે. આ ગૂફા વિષે ઓછા લોકો જાણતા હશે. પરંતુ આ ગુફા સાથે રામાયણથી લઈ મહાભારતકાળ સુધીનો સંબંધ હોવાની માન્યતા છે.આ ગુફામાંથી ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ બને છે. 

 જાંબુવનની ગુફા પોરબંદર જિલ્‍લાના રાણાવાવથી 5 કિલોમીટર દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલી છે. આ પુરાતત્‍વના અભ્‍યાસુ અને પુરાતત્‍વવિદો માટે રસપ્રદ સ્‍થળ છે. નામ પરથી ખબર પડી જાય છે કે, જાંબુવન નામના રીંછ પરથી આ ગુફાનું નામ પડયું છે. એ તો તમે જાણતા જ હશો કે, ક્રૃષ્‍ણ અવતાર સમયે જાંબુવન નામનો રીંછ ભગવાન શિવનો અનન્‍ય ઉપાસક હતો. તો આ ગુફામાં જાંબુવને અનેક શિવલીંગની સ્‍થાપના કરી હતી, જેમાંથી પાતાળેશ્વર મહાદેવનું શિવલીંગ મુખ્‍ય છે અને તેના પર કુદરતી રીતે જલાભિષેક થાય છે.પાણીના ટીપાં ટપકવાથી આપોઆપ શિવલીંગ બંધાય છે. તેની પાછળ રહેલી દંતકથા અનુસાર જાંબુવને 108 શિવલીંગની પૂજા કરવી હતી, પણ એક રાતમાં આટલી સંખ્‍યામાં શિવલીંગ ન થતાં તે ધ્‍યાન કરવા બેઠા. અને ભગવાન શિવ તેમનાથી પ્રસન્‍ન થયા અને તેમને વચન આપ્‍યું કે, ઉપરથી ગુફાની અંદર ટપકતાં પાણીના ટીપાંથી શિવલીંગ બની જશે.આ ગુફા અંદાજે 9000 વર્ષ જૂની હોવાની માનવામાં આવે છે.


આ ગુફાની બીજા ખાસિયત એ છે કે આ ગુફાના ઉપરના ભાગથી 365 દિવસ પાણી ટપકતું રહે છે. આ ટપકતા પાણીને કારણે જમીન પર સ્વયંભૂ શિવલિંગ બને છે. જેને કારણે આ ગુફામાં હજારોની સંખ્યામાં શિવલિંગ જોવા મળે છે. આ રીતે આ ગુફામાં બ્રહ્મા,વિષ્ણુ,અને મહેશ એમ ભગવાનના ત્રણેય અવતાર સાથે જોડાયેલ છે. 

આ ગુફામાં બે રસ્તા પડે છે. જેમાંથી એક રસ્તો બેટદ્વારકા નીકળે છે. તો બીજો રસ્તો જૂનાગઢ ગિરનારના પર્વત નજીક નીકળતો હતો. હાલ તો આ રસ્તા નીચે ઉતરતા બંધ થઈ ગયા છે. પરંતુ ભૂતકાળમાં આ રસ્તાથી બેટ દ્વારકા અને જૂનાગઢ જવાતું હતું.
​​​​​​​

શિવરાત્રીના પાવન દિવસે અહીં મેળો ભરાય છે. તો મહા પૂજા, આરતી અને પ્રસાદી સહિતના ધાર્મિક કર્યક્રમોનું આયોજન રામેશ્વર મંડળ દ્વારા કરવામાં આવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application