જામનગર ઠેબા ચોકડી નજીક ડ્રાઇવરની પાસેથી રોકડા ૧૦ હજારની લુંટ

  • February 11, 2025 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગર નજીક ઠેબા ચોકડીથી ઠેબા ગામ સુધીના રોડ પર ખાનકોટડા ગામના ડ્રાઇવરની પાસેથી રોકડ ૧૦ હજારની લુંટ ચલાવ્યાની કારમાં આવેલા શખ્સો સામે ગઇકાલે ફરીયાદ નોંધાવવમાં આવી છે જેના આધારે પોલીસે આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કર્યા છે.

કાલાવડના ખાનકોટડા ગામમાં ચોરા પાસે રહેતા અને ડ્રાઇવીંગ કરતા દિનેશગર ખીમગર ગોસ્વામી (ઉ.વ.૪૮)એ ગઇકાલે પંચ-બીમાં ક્રિયા કંપનીની સફેદ કલરની કારનેશ મોડલની કારમાં બેઠેલ ડ્રાઇવર અને ૩ અજાણ્યા ઇસમની વિરુઘ્ધ રોકડની લુંટ કર્યાની ફરીયાદ નોંધાવી હતી.
​​​​​​​
જેમાં જણાવ્યુ હતું કે ગત તા. ૮-૧-૨૫ સવારના ૧૧-૩૦ના સુમારે ઠેબા ચોકડીથી ઠેબા ગામ સુધીના રોડ પર ઉપરોકત કારમાં આવેલા શખ્સોએ ફરીયાદી પાસેથી રોકડા ૧૦ હજાર ઝુંટવી લીધા હતા. આ ફરીયાદના આધારે પંચ-બીના પીઆઇ રાઠોડ અને સ્ટાફ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે. આ રોડ પરના સીસી કેમેરા અને આરોપીના વાહન સહિતના વર્ણનના આધારે તપાસ લંબાવવામાં આવી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application