રોકીના ચાહકોએ KGF ચેપ્ટર 3 માટે લાંબી રાહ જોવી પડશે

  • April 15, 2023 11:29 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  • ફિલ્મના મેકર્સે ફેન્સને શૂટિંગ કયારે શરુ થશે તે અંગે આપ્યો સંકેત
  • ફિલ્મમાં રોકી 1978થી 1981 સુધી ક્યાં હતોની વાર્તા હોઇ શકે છે


બોલીવૂડને હચમચાવનાર સાઉથની ફિલ્મ  KGF2ની રિલીઝને ગઇકાલે 14 એપ્રિલ 2023ના રોજ એક વર્ષ પૂર્ણ થઇ ગયું. હવે મેકર્સે KGF: 3ની રાહ જોઈ રહેલા ફેન્સને એક ખુશખબરી આપી છે.  મેકર્સ દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં કેટલીક બાબતો ધ્યાન આપવા જેવી છે. જો તમે KGF 2 જોનારાને ક્લાઇમેક્સમાં દેખાય છે બ્લેક સ્ક્રીન પર વર્ષ 1978થી વર્ષ 1981. દરમિયાન અચાનક જ સ્ક્રીન ગાયબ થઈ જાય છે. પછી રોકીને તેના સામ્રાજ્ય, કોલાર ગોલ્ડ ફિલ્ડ્સને જોઈને એક વિશાળ બોટલમાંથી વાઇન પીતા જોયો. સવાલ એ છે કે આ ચાર વર્ષમાં રોકીએ શું કર્યું? નિર્માતાઓએ સંકેત આપ્યો છે કે KGF: ચેપ્ટર 3ની વાર્તા આ ચાર વર્ષની આસપાસ હશે.


KGF 2ની વાર્તા રોકી (યશ)ની આસપાસ ફરે છે. રોકી જનતાનો તારણહાર બની ગયો છે ત્યારે સરકાર તેને જોખમ તરીકે જુએ છે. આ પાત્ર વિશે વાત કરતાં યશે કહ્યું, "આ એવું પાત્ર છે જેના જીવનમાં સંઘર્ષ છે અને તેની સાથે આગળ વધવાનો દ્રષ્ટિકોણ પણ છે. હું તેના આ ગુણ સાથે પોતાને જોડી શકું છું.


 રિપોર્ટ્સ મુજબ KGF 3નું શૂટિંગ 2025માં શરૂ થશે. યશની આ 19મી ફિલ્મ હશે. 14 એપ્રિલ 2022ના રોજ રિલીઝ થયેલી 'KGF: ચેપ્ટર 2'એ ખરેખર બોક્સ ઓફિસ પર તોફાન મચાવી દીધું હતું. આ ફિલ્મે દર્શકોને એટલી હદે મંત્રમુગ્ધ કરી દીધા કે વિશ્વભરમાં આ ફિલ્મે 1250 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું.
 
KGFનો અર્થ થાય છે કોલાર ગોલ્ડ ફીલ્ડ. કેજીએફ કર્ણાટક રાજ્યના કોલાર જિલ્લામાં આવેલું એક ખનન ક્ષેત્ર છે. બ્રિટિશ કાળમાં સોનાનું ઉત્પાદન કરતી જગ્યા તરીકે પ્રખ્યાત હતી. કોલાર વિશ્વની બીજી સૌથી ઊંડી ખાણ છે અને 121 વર્ષ સુધી અહીંથી સોનું ખોદવામાં આવ્યું હતું. મીડિયા રિપોર્ટ પ્રમાણે, કોલારમાંથી અત્યાર સુધીમાં 900 ટનથી વધુ સોનું ખોદવામાં આવ્યું છે.


બેંગ્લુરુથી 100 કિલોમીટર દૂર આવેલું કોલાર સોનાના ઉત્પાદન માટે જાણીતું છે. 1905માં વિશ્વભરમાં સૌથી વધુ સોનું ઉત્પાદિત કરવા મામલે ભારત છઠ્ઠા સ્થાને હતું. બ્રિટિશરો આ સ્થળને મિનિ ઈંગ્લેન્ડ કહેતા હતા.
જાપાન બાદ કેજીએફ એશિયાનું બીજું એવું સ્થળ છે જ્યાં વીજળીની શરૂઆત થઈ હતી. કહેવાય છે કે, આજે પણ કોલારમાં ખૂબ મોટા જથ્થામાં સોનું છે.


કેજીએફના ભારત ગોલ્ડ માઈન્સ લિમિટેડમાં હજારો લોકો કામ કરતા હતા. 2001માં આ સરકારી કંપનીએ ખોદકામ બંધ કર્યું હતું કારણકે સોનું ઓછું મળતું અને ખોદકામનો ખર્ચ વધારે થતો હતો.
કેજીએફથી 131 કિલોમીટર દૂર શિવનસમુદ્રમાં એશિયાનું પહેલું હાઈડ્રો ઈલેક્ટ્રિક પાવર સ્ટેશન સ્થાપિત કરવામાં આવ્યું હતું.



ગુપ્ત, ચોલ વંશ અને ટીપુ સુલતાનથી માંડીને અંગ્રેજો સહિત સૌએ ઘણાં વર્ષો સુધી કોલારના સોનાને બેફામ રીતે લૂંટ્યું હતું. 1903માં બ્રિટિશ સરકારે કેજીએફ અને તેની આસપાસના ગામમાં પાણી પૂરું પાડવા બેટમંગલામાં એક સરોવર બંધાવ્યું હતું. આ કૃત્રિમ સરોવર ધીરે ધીરે પિકનિક માટેનું સ્થળ બની ગયું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application