હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતોના વાહનોની લાંબી કતારો દેખાઇ

  • November 11, 2024 10:35 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર ભરના ખેડૂતો હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ઊંચા ભાવ મળતા હોવાથી વેચાણ માટે કતાર બંધ જોડાયા


જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો દ્વારા વાહનોની લાંબી કતાર લગાવી છે, અને બે દિવસથી મગફળી ભરેલા વાહનોના થપ્પા લાગી ગયા છે.


જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મગફળીના ખૂબ જ ઊંચા ભાવ બોલાતા હોવાના કારણે ખેડૂતો પોતાના વાહનો સાથે હાપા માર્કેટિંગ યાર્ડ માં આવે છે, અને યાર્ડની બહાર આશરે 850 થી પણ વધુ મગફળી ભરેલા ટ્રક, ટેમ્પો,બોલેરો,ટ્રેકટર,રીક્ષા છકડા સહિતના વાહનોની કતાર લાગી ગઈ છે.


ખેડૂતો પોતાના વાહનો લઈને 24 થી 48 કલાક સુધી મગફળીના વેચાણ માટે કતાર બંધ રાહમાં ઊભા રહે છે, જ્યારે માર્કેટિંગ યાર્ડના સંચાલકો દ્વારા તમામ ખેડૂતોને ટોકન આપી દેવામાં આવે છે, જે ટોકરના આધારે ખેડૂતો ક્રમશ: પોતાના વાહનોને માર્કેટિંગ યાર્ડમાં આવ્યા પછી તેની હરાજીની પ્રક્રિયા થાય છે.


હાપા યાર્ડમાં મગફળીના વેચાણ માટે ખેડૂતો જામનગર અને સૌરાષ્ટ્રમાંથી આવે છે, એટલું જ માત્ર નહીં પરંતુ હાલાર પંથકની મગફળી ની ખૂબ જ સારી જાત હોવાના કારણે છેક તામિલનાડુથી વેપારીઓ અહીં મગફળીની ખરીદી અર્થે આવતા હોય છે, જેના લીધે સમગ્ર સૌરાષ્ટ્રમાં જામનગરના હાપા યાર્ડમાં મગફળી નો ખૂબ જ ઊંચો ભાવ બોલાતો હોવાથી ખેડૂતો પણ આકષર્યિ છે, અને જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લા સિવાય રાજકોટ, મોરબી,અમરેલી વિસ્તારના જુદાજુદા તાલુકા મથકો માથી પણ ખેડૂતો પોતાની મગફળી લઈને અહીં વેચાણ અર્થે આવતા હોય છે, જેના કારણે વાહનોની મોટી કતાર લાગી ગઈ છે.


લાભ પાંચમના સૌ પ્રથમ મગફળીની ખરીદી શરૂ થઈ હતી, અને યાર્ડને ખુલ્લું મુકાયું હતું, પરંતુ એક જ દિવસમાં યાર્ડ સંપૂર્ણપણે ભરાઈ ગયું હોવાથી મગફળી લઈને આવવા માટે ખેડૂતો પર રોક લગાવવામાં આવી હતી. પરંતુ આજથી ફરીથી નવી મગફળીની હરાજીની પ્રક્રિયાઓ શ કરવામાં આવનાર હોવાથી ખેડૂતો બે દિવસ અગાઉથી જ હાપા માર્કેટિંગ યાર્ડના દ્વારે કતાર બંધ ગોઠવાયા છે, જેના કારણે વાહનોના થપ્પા જોવા મળ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application