જૂની કલેકટર કચેરીમાં સર્વર ડાઉન થતાં અરજદારોની લાંબી કતાર

  • March 13, 2024 02:48 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જૂની કલેકટર કચેરીમાં આજે સવારથીજ સરવર ડાઉન થઈ જવાના કારણે નવા રેશનકાર્ડ કઢાવવા, હાલના રેશનકાર્ડ માં નામ સરનામાં સહિતની બાબતોમાં સુધારો વધારો કરાવવા, દાખલાઓ મેળવવા સહિતના કામ માટે આવેલા સંખ્યાબધં અરજદારો ભારે હેરાન પરેશાન થઈ ગયા હતા.સરવર ડાઉન થઈ જવાની અને ઇન્ટરનેટની કનેકિટવિટી ખોરવાઈ જવાની ઘટના જૂની કલેકટર કચેરીમાં વારંવાર બનતી હોવા છતાં તેનું કોઈ કાયમી નિરાકરણ આવતું નથી અને અરજદારો હેરાન થઈ જાય છે. ઉનાળાની આ ગરમીમાં હૈયેહૈયું દળાય તેવી ભીડ જૂની કલેકટર કચેરીમાં જોવા મળી હતી. પરંતુ અંદરના ભાગે એસી ચેમ્બરમાં બેસનાર અને પંખા નીચે હવા ખાનાર અધિકારીઓને તેનાથી કોઈ ફેર પડો ન હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ જૂની કલેકટર કચેરીમાં ઉંદરનો ભારે ત્રાસ છે અને અવારનવાર વાયર કટીંગની ઘટનાઓ બનતી હોય છે. કયારેક સર્વર બધં થઈ જાય છે અને કયારેક નેટ કનેકિટવિટી મળતી નથી. આમ અરજદારોના કામ ન થવા માટે દરેક વખતે જુદા જુદા બહાનાઓ આપવામાં આવે છે. પરંતુ કાયમી સોલ્યુશન હજુ સુધી થયું નથી.
જૂની કલેકટર કચેરીની ઝોન ઓફિસમાં આજે સવારથી લોકો પોતાના કામ માટે ઉમટી પડા હતા. આ વિસ્તારમાં કામદાર પરિવારોની સંખ્યા વધુ હોય છે અને બુધવારે કારખાનામાં રજા હોવાના કારણે પોતાના સરકારી કામો પતાવવા માટે અરજદારો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે. પરંતુ આજે તે પૈકીના બધા જ પોતાના કામ પૂરા કર્યા વગર પાછા ફર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application