લોહાણા સમાજના સાર્વત્રિક ઉત્કર્ષ માટે હરહમેંશ સમાજની સાથે છું: પરિમલ નથવાણી
જામનગર શહેરમાં યોજાયેલા લોહાણા સમાજના સમૂહ જ્ઞાતિ ભોજન પ્રસંગે મુખ્ય સહયોગી પરિમલભાઈ નથવાણી પરિવારના સહયોગથી યોજાયેલા નાત જમણ પ્રસંગે જ્ઞાતિના સંગઠનને વધુ સુદ્રઢ - સક્ષમ બનાવવા તથા દરેક ક્ષેત્રમાં વિકાસના પથ પર આગળ વધારવાની નેમ વ્યકત કરતાં પરિમલભાઈ નથવાણી - જીતુભાઈ લાલ: દાતા પરિવારના સન્માન સાથે અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલનું કરાયું સન્માન : રાજયભરમાં લોહાણા સમાજની ડીઝીટલ વસતી ગણતરીના મહાઅભિયાનનો હાલારથી શુભારંભ કરવાની જાહેરાત કરતા જીતુભાઈ લાલ
જામનગરમાં શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિ દ્વારા રાજયસભાના સાંસદ પરિમલભાઈ ધીરજલાલ નથવાણી પરિવારના સહયોગથી રામનવમી મહાપર્વના પારણાની નાત સ્વરૂપે લોહાણા સમાજના સમૂહ જ્ઞાતિ ભોજનનું આયોજન સફળતાપૂર્વક સંપન્ન થયું હતું.
દર વર્ષની પરંપરા પ્રમાણે લોહાણા સમાજના સમૂહ ભોજન પહેલાં સારશ્વત બ્રાહ્મણ જ્ઞાતિજનો માટે માસ્તાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પૂર્વે એમ.પી.શાહ કોમર્સ કોલેજના વિશાળ મેદાન મધ્યે ભગવાનશ્રી રામચંદ્રજીની મહાઆરતી શાસ્ત્રોકત વિધિ સાથે વર્ષાબેન પરિમલભાઈ નથવાણી તેમજ સંસ્થાની મહિલા ટીમ સાથે જ્ઞાતિના વડીલો, જ્ઞાતિજનો અને ભૂદેવો દ્વારા કરવામાં આવી હતી. ત્યાર પછી શારશ્વત ભૂદેવોને બેસાડીને ભોજન પીરસવામાં આવ્યું હતું.
લોહાણા સમાજના સમૂહ ભોજન સાથે સંપૂર્ણ સહયોગ આપનારા પરિમલભાઈ નથવાણી પરિવારનો અભિવાદન સમારોહ યોજાયો હતો. આ સમારોહમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ અને સમસ્ત હાલાર લોહાણા સમાજના પ્રમુખ જીતુભાઈ લાલે સ્વાગત પ્રવચન કર્યું હતું તેમણે તેમના ઉદબોધનમાં જણાવ્યું હતું કે આજના આ ઉત્સવભર્યા માહોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જયારે આપણા લોહાણા સમાજનું ગૌરવ એવા રાજયસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી તેમજ જામનગર જીલ્લાના જીલ્લા સમાહર્તા કેતનભાઈ ઠકકર, દેવભૂમિ દ્વારકા જીલ્લાના સમાહર્તા આર.એમ.તન્ના સાહેબ, ભરતભાઈ સુખપરિયા, અશોકભાઈ લાલ જેવા શ્રેષ્ઠીઓ હાજર છે ત્યારે સમાજનું વધુને વધુ હકારાત્મક રીતે મહત્વ વધે તે માટે કાર્યો કરવાનો અનુરોધ કરૂ છું.
ગુજરાતમાં આપણા સમાજની વસ્તી ગણતરી માટે એપ્લીકેશન શરૂ કરવા જઈ રહયા છીએ જે માટે હાલરના બન્ને જીલ્લાની જવાબદારી સમસ્ત હાલાર લોહાણા સમાજના સંગઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રા (પત્રકાર) ને સોંપવામાં આવી છે. આ એન્ડ્રોઈડ એપ્લીકેશનની મદદથી આપણા સમાજનું સંખ્યાબળ અને શકિત ઉજાગર થશે.
જીતુભાઈ લાલે એક મહત્વના પ્રશ્ન અંગે સૌનું ધ્યાન દોર્યું હતું કે ગુજરાત તરફ લોહાણા જ્ઞાતિની ઓળખ " ઠકકર" તરીકે થાય છે ત્યારે અન્ય વિસ્તારોમાં અટકથી ઓળખાય છે.ત્યારે આ ગુંચવાડાને દૂર કરવા કાનુની પ્રક્રિયા કરવાની દિશામાં પ્રયાસો શરૂ કર્યા છે આ માટે કાનુની માર્ગદર્શન લઈને આગળ વધશું.
લોહાણા જ્ઞાતિના બાળકો ઉચ્ચ શિક્ષણ મેળવે અને સરકારી સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સારો દેખાવ કરે તે માટે ખાસ ધ્યાન કેન્દ્રીત કરવાની જરૂર છે તે માટે આપણા સમાજના વરિષ્ઠ આઈ.એ.એસ., જી.એ.એસ. અધિકારીઓનું માર્ગદર્શન સલાહ લેશું. અશોકભાઈ લાલે વિધાર્થી સન્માન સમારોહમાં જ્ઞાતિના કોઈપણ દિકરા-દિકરીને સ્પર્ધાત્મક પરિક્ષા માટે આર્થિક સહાય આપવાની જાહેરાત કરેલી છે તેથી આ તકે હાલના યુવાનોને હાકલ કરૂ છું કે તમે આગળ આવો, તમારું ઉચ્ચ શિક્ષણ કે પ્રગતિને અમે નાણાંના અભાવે અટકવા નહીં દઈએ.
તેમણે રાજકોટ, સુરત, તાલાલા, વિરપુર અને બારાડી પંથકમાંથી તેમજ જામનગર શહેર-જીલ્લાના જ્ઞાતિના વડીલો, આગેવાનો, વિવિધ સમિતિના હોદેદારો, ભાઈઓ-બહેનો સૌને આવકારી જ્ઞાતિના સંગઠનને એકતા સાથે વધુ મજબુત, વધુ વ્યાપક બનાવવા હદયપૂર્વક અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સમારંભના મુખ્ય અતિથિપદે પધારેલા રાજયસભાના સાંસદ અને રઘુવંશી રત્ન પરિમલભાઈ નથવાણીએ પ્રાસંગીક પ્રવચનની શરૂઆત " જય જલારામ " ના જયઘોષ સાથે કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજે આપણા સમાજને રૂબરૂ મળવાનો અવસર મને મળ્યો છે. આપણાં સમાજને આગળ લાવવા માટે આગેવાનો, હોદેદારો સહિત સર્વેએ કાર્યો કરવા પડશે. હાલારમાં જીતુભાઈ લાલ, અશોકભાઈ લાલ વિગેરેના નામનો ઉલ્લેખ કરી જણાવ્યું હતું કે આ લોકો તો કામ કરે જ છે ત્યારે હું ખાત્રી આપુ છું કે હું અને ધનરાજ નથવાણી તમારી સાથે છીએ અને કાયમ સાથે રહેશું. સમાજના કોઈપણ કાર્ય માટે મારો કે ધનરાજભાઈનો સંપર્ક કરશો તો ચોકકસ સહયોગ આપીશું.
પરિમલભાઈએ ખાસ કરીને ધનરાજભાઈ નથવાણીની ભગવાન શ્રી કૃષ્ણની લીલા પરની અદભૂત નિર્માણીત કૃતિ " રાજાધિરાજ" ની સિધ્ધિને ગૌરવવંતી ગણાવી હતી. ધનરાજભાઈની પ્રગતિમાં પણ હાલારનું વિશેષ યોગદાન છે જ. પરિમલભાઈ નથવાણીએ જીતુભાઈ લાલની સેવાકિય પ્રવૃત્તિ અને સમાજના ઉત્કર્ષ માટે ફરી કહેતા વિવિધ કાર્યોને બિરદાવી જણાવ્યું હતું કે જીતુભાઈનો જોટો નથી.
તેઓએ વધુમાં કહયું હતું કે આપણા સમાજમાંથી યુવાનો આઈ.એ.એસ., આઈ.પી.એસ. સહિતની સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે આગળ આવે તે માટે કાર્ય કરવાની જરૂર છે. જો આ દિશામાં સફળતાપૂર્વક પ્રયાસો થશે તો આપણો સમાજ પણ પાછળ નહીં રહે જો કે આપણું ભવિષ્ય કંઈક અલગ જ છે. તેમણે ખુબ જ અસરકારક શબ્દોમાં પોતાની આગવી સ્ટાઈલમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે આપણી જ્ઞાતિમાં સુદ્રઢ એકતા અને સંપની તથા સૌને સહકાર આપવાની ભાવનાની ખૂબ જરૂર છે. આટલો મોટો સમાજ છે ત્યારે સૌ ભેગા થાય અને એકતા સંપના દર્શન કરાવે તે જરૂરી છે મને દુઃખ એ વાતનું છે કે જયારે ખરેખર જરૂર હોય છે ત્યારે કેમ એકતા દેખાતી નથી ? સાથે જમીને નીકળી જવું પુરતું નથી, એકતા અને સંપ પણ જરૂરી છે.
જામનગરમાં તો આપણા સમાજની નવી વાડી બનાવવાની છે, આ ઉપરાંત અન્ય મહત્વના કાર્યોને પણ આગળ વધારવાના છે. જામનગર અને હાલરમાં લોહાણા સમાજના સંગઠનને મજબુત કરવા માટે જીતુભાઈ જે મહેનત કરી રહયા છે તે માટે તેમણે સમાજના યુવાઓની નવી ટીમને જવાબદારી સોંપી છે.
અંતમાં તેમણે સમાજના કોઈપણ કાર્યમાં સમાજની સાથે છું તેમ જણાવી સંપૂર્ણ સહકારની ખાત્રી આપી હતી.
આ સમારોહમાં પરિમલભાઈ નથવાણીની ઈચ્છાને માન આપી ઉપસ્થિત જામનગર જીલ્લા કલેકટર કેતનભાઈ ઠકકર તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા કલેકટર આર.એમ.તન્ના એ સ્પર્ધાત્મક પરિક્ષામાં શ્રેષ્ઠ દેખાવ કરવા સમાજના યુવાનોને અનુરોઘ કરી જણાવ્યું હતું કે જયારે પણ જરૂર પડે મહિનાના ત્રીસેય દિવસ માર્ગદર્શન આપવા તૈયાર છીએ. લોહાણા સમાજમાંથી સીએ, એમબીબીએસ, આઈઆઈટીમાં ઘણાં છે તેથી આપણા સમાજના યુવાઓમાં પણ આઈએએસ /આઈપીએસ સહિતની સરકારી સ્પર્ધાત્મક પરિક્ષાઓ માટે શકિત- ટેલેન્ટ તો છે જ પણ સરકારી નોકરી પ્રત્યેનો અણગમો વર્ષોથી ચાલતો આવ્યો છે, જેથી ઉદાસીનતા જોવા મળે છે. ધો.૮-૯-૧૦ ના વિધાર્થીઓ માટે વરસમાં ત્રણ-ચાર સેમિનાર, વર્કશોપ જેવા માર્ગદર્શક કાર્યક્રમો યોજવા જરૂરી છે.
આ સમારોહમાં જામનગર લોહાણા મહાજનના હોદેદારો તથા સ્થાપક સમિતિના હોદેદારોના હસ્તે સાંસદ રાજયસભાના પરિમલભાઈ નથવાણીનું કાઠીયાવાડી પાઘડી બાંધીને શ્રીરામ ભગવાનની છબી, તીર-કામઠાં અને ફુલહાર અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ઘનરાજભાઈ નથવાણીનું પણ ભગવાનશ્રી રામચંદ્રજીની છબી, ફુલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત બન્ને જીલ્લા કલેકટરો તેમજ ડીવાયએસપી વિસ્મય માનસેતાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું પરિમલભાઈ નથવાણીના ધર્મપત્ની વર્ષાબેન નથવાણીનું સન્માન લોહાણા જ્ઞાતિની શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સ્થાપક મહિલા સભ્યોની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખપદે નિયુકત થવા બદલ જીતુભાઈ લાલનું સન્માન જામનગર લોહાણા મહાજનના હોદેદારો તથા શ્રી રામચંદ્રજી પ્રાકટય મહોત્સવ સમિતિના સદસ્યો દ્વારા કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે પરિમલભાઈ નથવાણીને કાઠીયાવાડી પાઘડી પહેરાવવામાં આવી હતી. તેમજ જીતુભાઈ લાલનું બારાડી પંથકના લોહાણા સમાજના અગ્રણીઓ વજુભાઈ પાબારી, ભરતભાઈ મોદી, નિલેશભાઈ કાનાણીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ અવસરે પરિમલભાઈ નથવાણી પરિવારનું આગમન થયું ત્યારે ઢોલ નગારા અને શરણાઈથી શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સ્ટેજ પરના વિશાળ સ્ક્રિન પર જામનગરમાં લોહાણા સમાજની પ્રગતિ તથા વિવિધ કાર્યો, વિવિધ ઉત્સવોની ઉજવણીની ટુંકી વિડિયો ફીલ્મ દર્શાવવામાં આવી હતી.
કાર્યક્રમના અંતે સમસ્ત હાલાર લોહાણા સમાજના મહામંત્રી રમેશભાઈ દતાણીએ આભાર દર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ પત્રકાર અને સમસ્ત હાલાર લોહાણા સમાજના સંગઠન મંત્રી ગિરીશભાઈ ગણાત્રા અને અજયભાઈ કોટેચાએ કર્યું હતું.
જામનગર મધ્યે યોજાયેલા આ સમૂહ જ્ઞાતિ ભોજનમાં જામનગર લોહાણા મહાજનની સલાહકાર સમિતિના સદસ્યો વરિષ્ઠ ધારાશાસ્ત્રી ભરતભાઈ સુખપરિયા, અગ્રણી ઉધોગપતિ અશોકભાઈ લાલ, અરવિંદભાઈ પાબારી, પ્રવિણભાઈ ચોટાઈ, પૂર્વ સલાહકાર સમિતીના નટુભાઈ બદીયાણી, વડિલ સમિતિના હર્ષદભાઈ જોબનપુત્રા, જવાહરભાઈ કેશરીયા સાથે સમસ્ત હાલાર લોહાણા સમાજના હોદેદારો ભરતભાઈ મોદી (ભાટીયાવાળા), તુલસીભાઈ ભાયાણી, પાર્થભાઈ સુખપરિયા, ગિરીશભાઈ ગણાત્રા તેમજ જામનગર લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ મોદી (સાબુવાળા), ઉપપ્રમુખ ચેતનભાઈ માધવાણી, મંત્રી રાજુભાઈ કોટેચા, સહમંત્રી અનિલભાઈ ગોકાણી, ખજાનચી મનોજભાઈ અમલાણી, સહખજાનચી રાજુભાઈ મારફતીયા, સંગઠન મંત્રીઓ અતુલભાઈ પોપટ, મધુભાઈ પાબારી, ઓડીટર નિલેશભાઈ ઠકરાર તેમજ લોહાણા મહાપરિષદના ટ્રસ્ટી પ્રફુલ્લભાઈ સેજપાલ, રાજકોટથી લોહાણા મહાજનના પ્રમુખ રાજુભાઈ પોબારૂ, હરિશભાઈ લાખાણી, શૈલેષભાઈ પાબારી, નિતિનભાઈ રાયચુરા, સુરત લોહાણા મહાજનના પ્રમુખ શૈલેષભાઈ સોનપાલ, તાલાળાના પ્રમુખ યોગેશભાઈ ઉનડકટ, વિરપુરના ઉપપ્રમુખ નરેશભાઈ ચાંદ્રાણી, જુનાગઢના કૃષ્ણકાંતભાઈ રૂપારેલ, પોરબંદરથી પંકજભાઈ મજીઠીયા, ડો.નિતીનભાઈ લાલ, ખંભાળીયા નગરપાલીકાના પ્રમુખ રચનાબેન મોટાણી, ભાણવડ નગરપાલીકાના પ્રમુખ પ્રિતેશભાઈ અનડકટ, પોરબંદર ભાજપ શહેર પ્રમુખ સાગરભાઈ મોદી, ગુજકોમાસોલ ડાયરેકટર રૂષીભાઈ નથવાણી, જામનગર મહાનગરપાલીકાના કોર્પોરેટર પન્નાબેન મારફતીયા, કુસુમબેન ચોટાઈ તેમજ હાલાર-સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી લોહાણા જ્ઞાતિના શ્રેષ્ઠીઓ, પદાધિકારીઓ અને જ્ઞાતિનિ વિવિધ સંસ્થાના હોદેદારો ઉપસ્થિત રહયા હતાં. જામનગરમાં વસતા ૧૫ હજાર જેટલા રઘુવંશીઓએ સહપરિવાર ભોજન – પ્રસાદનો લાભલીધો હતો અને સમગ્ર કાર્યક્રમ ઉત્સવ જેવા માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.