ચૂંટણી ઈફેકટ: ૨,૭૩,૪૮,૧૪૬ના દારૂ, રોકડ, સોના ચાંદી ઝડપાયા

  • April 15, 2024 03:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચૂંટણીની જાહેરાત થઈ ત્યારથી અત્યાર સુધીમાં આચારસંહિતાના સમયગાળા દરમિયાન ૨,૭૩,૪૮,૧૭૬ ની રોકડ સોના ચાંદીના દાગીના દા સહિતનો મુદ્દામાલ ઝડપાયો હોવાનું જિલ્લા ચૂંટણી તંત્રના સત્તાવાર સાધનો જણાવે છે.શહેરમાં કુલ . ૨,૪૧,૪૮,૧૬૧નું સોના, ચાંદી અને દા પકડાયું છે. રાજકોટ ગ્રામ્યમાં દેશી દા ૫૬૬૩ લીટર કિંમત .૧.૧૩ લાખ, વિદેશી દા ૬૫૯૮ બોટલ કિંમત .૧૯.૫૭ લાખ ઝડપાય છે.

રાજકોટ શહેરમાં દેશી દા ૬૪૭૧ લીટર કિંમત .૧.૨૯ લાખ, વિદેશી દા ૬૫૪૦ બોટલ કિંમત .૨૩.૩૨ લાખ પકડી પાડવામાં આવ્યા છે.
ઇન્કમ ટેક્ષે સિટીમાંથી એક જગ્યાએથી ૩૨ લાખની રોકડ રકમ લઈને નીકળેલા વેપારીને ઝડપી લીધો હતો. આ વેપારી પાસે આધારપુરાવા માંગ્યા હતા પરંતુ તે ન મળતા રોકડ જ કરી છે.

ચૂંટણી શાખાના સુત્રોના જણાવ્યા મુજબ ધોરાજીમાં ૧.૩૭ લાખગોંડલ ૪.૬૦ લાખ જસદણ ૪.૮૮ લાખ જેતપુરમાં૩૩.૩૪ લાખ રાજકોટ પૂર્વમાં ૮૪.૮૫ લાખ દક્ષિણમાં ૬.૪૦ લાખ પશ્ચિમમાં .૨.૨૮ કરોડ રાજકોટ ગ્રામ્યમાં ૬૫.૬૧ લાખ ઝડપાયા છે.શહેરમાં કુલ ૩૦૦૮ હથિયાર છે. જેમાંથી ૨૬૯૧ જમા થઈ ગયા છે.૩૧૭ વ્યકિતને હથિયાર જમા કરાવવામાંથી મુકિત મળી છે.
રાજકોટ ગ્રામ્યમાં કુલ હથિયાર ૧૨૧૨ છે. તેમાંથી ૧૦૯૭ જમા થયા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application