નવાગામ પાસે વોંકળા કાંઠે જમીનમાં દાટેલો દારૂ–બીયરનો જથ્થો ઝડપાયો

  • January 12, 2024 03:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોલીસથી બચવા માટે બુટલેગરો અનવની તરકીબ અજમાવતા હોય છે.ત્યારે નવાગામ પાસે મામાવાડીમાં રહેતા શખસે અહીં વોંકળા કાંઠે જમીનમાં દાટી દા–બીયરનો જથ્થો છુપાવ્યો હતો.કુવાડવા રોડ પોલીસે દરોડો પાડી અહીં દાટેલો .૩૨,૪૦૦ ની કિંમતનો દા–બીયરનો જથ્થો કબજે કરી આરોપીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસની દા આપનાર તરીકે સતં કબીર રોડ પર રહેતા શખસનું નામ ખુલ્યું હતું.

દાના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ,કુવાડવા રોડ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઇ એમ.એ.ઝણકાટની રાહબરી હેઠળ પીએસઆઇ જે.ડી.વસાવા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ.વિક્રમભાઇ ગરચર,કોન્સ. સંજયભાઇ મિયાત્રા,મુકેશભાઇ સભાડને એવી બાતમી મળી હતી કે,નવાગામ(આણંદપર) માં મામાવાડીમાં રહેતા મનહર નામના શખસે પોતાના ઘર પાસે વોંકળા કાંઠે દાનો જથ્થો જમીનમાં દાટી છુપાવી રાખ્યો છે.જેથી પોલીસે આ બાતમીના આધારે અહીં દરોડો પાડયો હતો.

પોલીસની ટીમે અહીં વોંકળા કાંઠે જમીનમાં દાટેલો દાનો જથ્થો શોધી કાઢી દાની ૬૦ બોટલ અને બીયરના ૨૪ ટીન મળી કુલ .૩૨,૪૦૦ નો દા–બીયરનો જથ્થો ઝડપી લઇ આરોપી મનહર પ્રભુદાસભાઇ દેસાણી(ઉ.વ ૨૩ રહે.મામાવાડી ઠાકર મંદિર પાસે) ને ઝડપી લઇ તેની સામે પ્રોહિબિશન એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. પોલીસની પૂછતાછમાં દા આપનાર તરીકે સતં કબીર રોડ પર રહેતા વિનુ ડાભીનું નામ ખુલતા પોલીસે તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
જયારે અન્ય દરોડોમાં પ્ર.નગર પોલીસે જંકશન પ્લોટ શેરી નં.૨ આહત્પજા સિઝન સ્ટોરની સામેથી પ્રદિપ ઉર્ફે પિન્ટુ જયકિશનભાઇ આહત્પજા(ઉ.વ ૩૮ રહે.જંકશન પ્લોટ શેરી નં.૫) મુકેશ ઘનશ્યામભાઇ પંજવાણી(ઉ.વ ૪૬ રહે. જંકશન પ્લોટ શેરી નં.૫) નામના બે વેપારીને દાની ૭ બોટલ સાથે ઝડપી લીધા હતાં.પોલીસે તેની પાસેથી દાની બોટલ અને મોબાઇલ સહિત .૧૧,૫૦૦ નો મુદામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.જયારે આજીડેમ પોલીસ મથકના સ્ટાફે આજીડેમ ચોકડીથી આગળ આર.કે. યુની.ના ગેઇટ પાસેથી દાની બે બોટલ સાથે વનરાજ રમેશભાઇ રાવળ(ઉ.વ ૨૫ રહે. આજીડેમ ચોકડી પાસે ભાવનગર રોડ માંડાડુંગર) ને દાની બે બોટલ સાથે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application