ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા તાજેતરમાં વિવિધ રૂટની બસમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા ત્રણ રૂટની બસમાં મુસાફરો પાસેથી પૈસા લઇને ટિકિટ નહીં આપીને કટકી કરતા ત્રણ કટકીબાજ કંડકટર ઝડપાયા હતા. જ્યારે ટિકિટ વિના મુસાફરી કરતા ૧૫ મુસાફરો મળ્યા હતા જેમની પાસેથી કુલ રૂ.૭૪૫૩નો દંડ વસુલાયો હતો.
વધુમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.ક્લોતરાએ જણાવ્યું હતું કે લાઇન ચેકિંગ સ્ક્વોડ દ્વારા ઉપરોક્ત ઉપરાંત અન્ય વિવિધ પ્રકારની ગેરરીતિ, ગેરશિસ્ત અને અનિયમિતતાઓ જેમાં (૧) બસમાં સ્વચ્છતા ન હોવી (૨) બસ અનિયમિત હોવી (૩) ડ્રાઇવર-કંડકટરએ યુનિફોર્મ પહેર્યો ન હોવો (૪) નિયત બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રાખવી (૫) હાઇ વે ઉપરની હોટેલોમાં ગેરકાનૂની હોલ્ટ (૬) બસમાં નિયત માત્રા કરતા વધુ પેસેન્જર ભરવા (૭) બસમાં આગળ અને પાછળ રૂટ બોર્ડ ન હોવું (૮) મુસાફરો કે પાસ ધારકો સાથે ડ્રાઇવર-કંડકટરના વાણી, વર્તન અને વ્યવહાર યોગ્ય ન હોવા (૯) નિયત માત્રા કરતા વધુ લગેજ હોવા છતાં લગેજ ટિકિટ ન બનાવવી (૧૦) જોખમી રીતે ડ્રાઇવિંગ વિગેરે બાબતનો સમાવેશ થાય છે.
એસટી બસના મુસાફરો છીનવી જતાં ૧૦૨ ખાનગી વાહનો ડિટેઇન; ૩.૩૬ લાખનો દંડ
રાજકોટ એસટી ડિવિઝન દ્વારા તાજેતરમાં રાજકોટના ઢેબર રોડ એસટી બસ પોર્ટ ઉપરાંત ગ્રીનલેન્ડ ચોકડી, બેડી ચોકડી, ગોંડલ રોડ ચોકડી, માધાપર ચોકડી, આજી ડેમ ચોકડી, કાલાવડ રોડ ચોકડી સહિતના વિસ્તારોમાં ચેકિંગ કરીને એસટી બસના મુસાફરો છીનવી જતા ૧૦૨ ખાનગી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. જ્યારે ૧૩૩ વાહનોને મેમો ફટકારવામાં આવ્યા હતા અને કુલ રૂ.૩,૩૬,૬૭૫નો દંડ વસુલ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech