માવઠાની આગાહીને પગલે રાજકોટ માર્કેટ યાર્ડમાં મર્યાદિત વાહનોને એન્ટ્રી

  • April 15, 2024 12:28 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


માવઠાની આગાહીને પગલે રાજકોટના બેડી માર્કેટમાં મર્યાદિત વાહનોને જ એન્ટ્રી અપાઇ રહી છે. ખેડૂતોને માલ ઢાંકીને લાવવા અને વેપારીઓને ખુલા મેદાનમાં માલ નહીં રાખવા તાકિદ કરતો પરિપત્ર પ્રસિધ્ધ કરાયો છે. હાલ સીઝનમાં દરરોજ ૨૦૦૦ જેટલા વાહનોને પ્રવેશ અપાતો હોય છે, યારે આજે વાતાવરણને ધ્યાને લઇને ૭૦૦થી ૮૦૦ વાહનોને પ્રવેશ આપવામાં આવ્યો હતો તેમ રાજકોટ માર્કેટ યાર્ડના સ્ટાફના સૂત્રોએ જણાવ્યું હતું.
વિશેષમાં ચેરમેન જયેશભાઇ બોઘરાના આદેશથી સેક્રેટરી બી.આર.તેજાણીએ પ્રસિધ્ધ કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે આથી રાજકોટ માર્કેટ યાર્ડમાં કામકાજ કરતાં વેપારીઓ, દલાલો તેમજ ખેતપેદાશ વેચાણ અર્થે બહારગામથી આવતા ખેડૂતોને જણાવવાનું કે, ગુજરાત રાયમાં પુન: આજે તા. ૧૫ એપ્રિલ સુધી માવઠાની હવામાન ખાતાની આગાહી ધ્યાને લઇ કોઇ પણ ખેતપેદાશ માર્કેટ યાર્ડમાં ખુલ્લા મેદાનમાં કે વરસાદને કારણે પલળી જાય તેમ ઉતારવી નહિ. તેમજ અગાઉ ઉતારેલ જણસીઓને ઢાંકીને સલામત રાખવાની રહેશે. પ્લેટફોર્મમાં જ તમામ ખેતપેદાશો ઉતારવાની રહેશે, પ્લેટફોર્મમાં જગ્યા ન હોય તો જે તે દલાલની દુકાને સલામત રીતે ખેત પેદાશ ઉતારવાની રહેશે. તેમજ, વાહનોમાં આવતી ખેતપેદાશો–પાલ સલામત રીતે ઢાંકીને ક્રમ વાર વાહનો ઉભા રાખવા ખાસ નોંધ લેશો. ઉપરોકત સુચનાનું સલામતીના કારણોસર અચૂક પાલન કરવાનું રહેશે તેમ પરિપત્રના અંતમાં જણાવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application