લીલી પરિક્રમા શરુ: ચારની તબિયત લડી: જામનગરથી લોકો રવાના

  • November 23, 2023 01:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે જામનગરથી વધારાની ૧૦ એસટી બસ દોડી: આજે મધરાતે ઉદ્ઘાટનવિધિનો સંતોના એક સમૂહ દ્વારા બહિષ્કાર: એક લાખ લોકો પરિક્રમા પૂર્ણ કરી વતન ભણી રવાના

જુનાગઢમાં ગઇકાલથી જ લીલી પરિક્રમા શરુ થઇ છે, પ્રારંભમાં જ ૩ લાખથી વધુ ભાવિકો પરિક્રમા માટે ઉમટી પડ્યા છે, રુટ પર સાધુ-સંતોએ ધુણા ધખાવ્યા છે, ઠેર ઠેર અન્નક્ષેત્રમાં હરિહરનો સાદ ગુંજી ઉઠ્યો છે, ગીરનારીના નાદ સાથે સાધુ સંતોએ પરિક્રમાનો શુભારંભ કરાવ્યો છે, ત્યારે ચારેકોર ભીડ જોવા મળે છે, કેટલાક લોકો પરિક્રમાની રુટની સાઇડમાં ભોજન બનાવે છે અને કેટલીક સંસ્થાઓને ભાવિકોને વિનામૂલ્યે ભોજન, પ્રસાદ, પાણી અને સરબતનું પણ વિતરણ કરવામાં આવે છે, પરિક્રમમાં કોઇને તબિયત લથડે તો તેના માટે સરકાર દ્વારા ડોકટરની ટીમ રાખવામાં આવી છે અને ગઇકાલે એસ.પી. એ પેરા મોટર ગાલઇડરથી હવાઇ નિરીક્ષણ કર્યું છે અને આશરે ર૮૪૧ પોલીસ અને એસઆરપી જવાનનો મજબુત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, જામનગરથી પણ જુનાગઢ જવા માટે વધારાની એસ.ટી. બસ મુકવામાં આવી છે.
ગરવા ગિરનારની લીલી પરિક્રમાનું વિધિવત ઉદ્ઘાટન બાદ પરિક્રમા શરૂ વાની પરંપરા તંત્ર ના અણધડ આયોજની વધુ એક વખત વિસરાઈ  છે આજે અગિયારસના પાવન દિવસી ગિરનાર પરિક્રમાનો મેયર સંતો મહંતો અને રાજકીય મહાનુભાવોના હસ્તે રાત્રે ૧૨ વાગ્યે  શ્રીફળ વધેરી દત્ત ભગવાનનુ પૂજન કરી ઔપચારિક પ્રારંભ કરવામાં આવશે. જોકે નિયમ મુજબ પરિક્રમા શરૂ કરવામાં ન આવતા સંતોનું એક ગ્રુપ દ્વારા પરિક્રમા ની ઉદ્ઘાટન વિધિનો બહિષ્કાર કર્યો છે અને આજે રાત્રે યોજાનાર વિધિવત પૂજન વિધિના કાર્યક્રમમાં પણ જોડાશે નહીં વિધિવત પરિક્રમા શરૂ ાય તે પહેલા ત્રણ લાખી વધુ પરિક્રર્માિઓ પરિક્રમાના રૂટ પર છે. જ્યારે એક લાખ પરિક્રર્માિઓ દ્વારા  વિધિવત પરિક્રમા શરુ ાય તે પહેલા પરિક્રમા પૂર્ણ કરી દેવામાં આવશે.હજુ પરિક્રમા લાખો ભાવિકો જૂનાગઢ તરફ   પહોંચી રહ્યા છે. પ્રમ દિવસે  ઈંટવા ઘોડી ફોરેસ્ટ નાકા પાસે પરિક્રમા પ્રારંભે ૪  પરિક્રર્માિઓની તબિયત લડતા ૧૦૮ મારફત સારવાર ર્એ સિવિલ હોસ્પિટલેે ખસેડવામાં આવ્યા હતા. લાલઢોરી પાસે ત્રણ રસ્તે એક યાત્રિકની તબિયત બગડતા ડીવાયએસપી કોડીયાતરની ટીમના રિઝર્વ કર્મચારીઓ દ્વારા તાત્કાલિક યાત્રિકને સી.પી.આર આપી હામાંં ઊંચકી  ૧૦૮ મારફત સારવાર ર્એ સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવેલ હતા.
ગિરનારની ફરતે ૩૬ કિલોમીટરના રૂટ પર પરિક્રમાનો ભાવિકોના ઘસારાને લીધે તંત્ર દ્વારા દોઢ દિવસ પહેલા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આજે અગિયારસની રાત્રે ૧૨ વાગ્યે  નારી પરિક્રમાની ઉદ્ઘાટન વિધિ માત્ર ઔપચારિક બની રહેશે તંત્ર દ્વારા અગાઉ આગોતરી પરિક્રમા નહીં કરવા દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ  તંત્રનો નિર્ણય  ’ચાર દિન કી ચાંદની અંધેરી રાત ’જેવો હોય તેમ પરિક્રમા  વિધિવત ઉદ્ઘાટન કરી શરૂ ાય તે પહેલા જ ગેટ ખોલી નાખવામાં આવતા લાખો ભાવિકો પરિક્રમા ના માર્ગ પર ઉમટી પડ્યા હતા. આજે પરિક્રમા શરૂ ાય તે પહેલા જ એક લાખી વધુ ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી વતન તરફ વળ્યા છે. આજે અગિયારસની રાત્રે ભવના તળેટી ખાતે મેયર ગીતાબેન પરમાર, ડે મેયર ગિરીશ કોટેચા કમિશનર રાજેશ તન્ના ,કલેકટર અનિલ રાણા વસિયા, મોટા પીર બાવા તનસુખ ગીરી બાપુ, ભવના મંદિરના મહંત હરિ ગીરીબાપુ, ભારતી આશ્રમના મહંત હરીહરાનંદ ગીરી મહારાજ, મહાદેવ ગીરીબાપુ, ઇન્દ્રભારતી બાપુ સહિતના સંતો મહંતો તા રાજકીય આગેવાનો પદાધિકારીઓ  ઉતારા અને અન્ન ક્ષેત્ર મંડળના ભાવેશભાઈ વેકરીયા સહિતની ઉપસ્િિતમાં ભવના ગ્રાઉન્ડ પાસે આવેલ ગેટ પર દત્ત ભગવાનનું પૂજન અર્ચન કરી શ્રીફળ વધેરી જય ગિરનારીના નાદ સો પરિક્રમાનો પ્રારંભ કરવામાં આવશે અગિયારસના દિવસી જ શરૂ કરનાર પરિક્રર્માિઓ આજે રાતી જંગલમાં પ્રવેશ કરશે જોકે એક તરફ પરિક્રમાનો વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે ત્યારે બીજી તરફ આગોતરી પરિક્રમા કરનાર લાખો ભાવિકો પરિક્રમા પૂર્ણ કરી તળેટી વિસ્તારમાં પહોંચી ગયા હશે. આજી વિધિવત પરિક્રમા શરૂ શે પરંતુ પરિક્રમા ના આજે બીજા દિવસ હોવાી જ જંગલ વિસ્તારમાં ત્રણી ચાર લાખ ભાવિકો રૂટ પર પહોંચી ગયા છે અને વજન ભોજન અને ભક્તિ ના ત્રિવેણી સંગમ સમય પરિક્રમાનો આનંદ માણી રહ્યા છે વિવિધ રૂટો પર અન્ન ક્ષેત્રો દ્વારા ગરમાગરમ ભોજન પીરસવામાં આવી રહ્યું છે તો દિવસે મોબાઈલ અને ટેપની મદદી ગીતો સાંભળતા યુવા ધન રાતના સમયે ભજન અને અંતાક્ષરી નો આનંદ માણી રહ્યા છે.
***
જુનાગઢની લીલી પરિક્રમા માટે જામનગરથી વધારાની એસ.ટી. બસ દોડાવાઇ: ગઇકાલે જામનગર ડેપોમાંથી પાંચ વધુ બસો દોડાવાઇ: મુસાફરો થશે તો દર એક કલાકે જુનાગઢની બસ દોડાવવા એસ.ટી. તંત્રનો નિર્ણય
જુનાગઢના ગીરનારની પાવનકારી લીલી પરિક્રમા શરુ થઇ ચૂકી છે ત્યારે જામનગર એસ.ટી. વિભાગ દ્વારા મુસાફરો માટે વધારાની સુવિધા કરવામાં આવી છે અને ગઇકાલે એસ.ટી.ની પાંચ વધારાની બસો દોડાવાયા બાદ આજે વધુ ટ્રાફીક થશે તો જુનાગઢ માટેની વધારાની એસ.ટી. બસ મુકવામાં આવે છે, જાણવા મળતી માહિતી મુજબ આજે વધુ વધારાની બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ ગઇકાલે વધારાની બસો દોડાવ્યા બાદ આજે સવારના પ વાગ્યાથી દેવભૂમિ દ્વારકા અને જામનગર જિલ્લાના ગામડાઓમાંથી પરિક્રમા માટે ભાવિકો એસ.ટી. બસ સ્ટેન્ડે પહોંચ્યા હતા, ત્યારે એસ.ટી. તંત્રે દર એક કલાક જુનાગઢ ડેપો માટે આપેલી ૧૦ બસ દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
જામનગર ડેપોની ત્રણ, ધ્રોલની બે, જામજોધપુરની બે અને દ્વારકામાંથી પણ એક બસને જુનાગઢ આપવામાં આવી છે, સવારના પાંચ વાગ્યાથી જુનાગઢ જવા માટે રવાના થાય છે, ત્યારબાદ સવારે ૬, ૭, ૭.૪પ, ૮.૧પ, ૧૦.૧પ, ૧૧.૩૦, ૧ર, ૧ર.૪પ, ૧.૩૦, ર.૩૦ ૩, ૩.૪પ, ૪.૪પ, પ વાગ્યે, રાત્રે ૯.૪પ ના સમયે બસ દોડાવવામાં આવે છે, છતાં પણ વધુ મુસાફરો થાય તો એસ.ટી. તંત્ર વધુ બસ દોડાવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application