દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હળવી મેઘ સવારી: ખંભાળિયામાં દોઢ ઈંચ

  • July 27, 2023 10:44 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં બે દિવસના વરસાદી વિરામ બાદ ગઈકાલે બુધવારે પુન: મેઘરાજાના મંડાણ થયા હતા. જો કે ધીમીધારે દોઢ ઈંચ જેટલો જ વરસાદ વરસ્યો હતો.
ખંભાળિયા તાલુકામાં ગઈકાલે બુધવારે બપોરે એકાદ વાગ્યાથી હળવા છાંટા રૂપે શરૂ થયેલો વરસાદ આવીરત રીતે સાંજ સુધી વરસ્યો હતો અને સાંજ સુધીમાં દોઢ ઈંચ (૩૬ મીલીમીટર) પાણી પડી ગયું હતું. આ સાથે કલ્યાણપુર તાલુકામાં પણ ગતસાંજે ચાર મીલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકામાં અને ભાણવડમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો. ગઈકાલે સાંજથી વરસાદી બ્રેક વચ્ચે આજરોજ સવારે ખંભાળિયામાં ઉઘાડ સાથે તડકો નીકળતા નગરજનો તથા ધરતીપુત્રોએ રાહતની લાગણી અનુભવી છે.
આ સાથે મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં ૫૪ ઈંચ (૧૩૫૦ મીલીમીટર), દ્વારકા તાલુકામાં સાડા ૨૯ ઈંચ (૭૩૨ મીલીમીટર), કલ્યાણપુર તાલુકામાં સાડા ૨૬ ઈંચ (૬૬૩ મીલીમીટર) અને ભાણવડ તાલુકામાં સાડા ૨૦ ઈંચ (૫૧૦ મીલીમીટર) સાથે જિલ્લામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ સાડા ૩૨ ઈંચ (૮૧૪ મીલીમીટર) થવા પામ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application