સમગ્ર ઉત્તર ભારતમાં હવે ઠંડી અને સાથે હિમવર્ષા કહેર બની રહ્યા છે.હિમાચલ–કાશ્મીરમાં હિમવર્ષાને પગલે જનજીવન ખોરવાયું છે તો બીજી તરફ દિલ્હીમાં ભારે વરસાદ અદં ઠંડી એ લોકોને થીજવી દીધા છે.હિમાચલમાં સ્થિતિ ગંભીર થતી જઈ રહી છે. અધિકારીઓનું કહેવું છે કે પ્રદેશમાં થયેલી બરફવર્ષાના કારણે ૫૧૮ રસ્તા બ્લોક થઈ ગયા છે, યાં વાહનોની અવર–જવર અટકી ગઈ છે. હવામાન વિભાગે સમગ્ર હિમાચલ પ્રદેશમાં હિમવર્ષાને લઈ યલો એલર્ટ જાહેર કર્યુ છે.
દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં જોરદાર ઠંડી પડી રહી છે. હિમાચલ પ્રદેશ અને જમ્મૂ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. યાં એક તરફ પર્યટક તેનો આનદં લઈ રહ્યા છે તો બીજી તરફ રસ્તા, એર ટ્રાફિક અને સામાન્ય જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયુ છે. સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ તંત્રએ હિમવર્ષાની પણ ચેતવણી જાહેર કરી છે અને બિન જરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે સમગ્ર હિમાચલ પ્રદેશમાં વાવાઝોડા સાથે વીજળી અને કરા પણ પડવાણી શકયતા વ્યકત કરી છે.હિમાચલના અધિકારીઓનું કહેવુ છે કે શિમલામાં ૧૬૧ રસ્તા બધં કરી દેવામાં આવ્યા છે. ત્યારબાદ લાહોલ અને સ્પીતિમાં ૧૫૭, કુલ્લુમાં ૭૧, ચંબામાં ૬૯ અને મંડી જિલ્લામાં ૪૬ રસ્તા બધં થઈ ગયા છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ રાયમાં ૪૭૮ ટ્રાન્સફોર્મર ખરાબ થઈ ગયા છે અને ૫૬૭ પાણી પુરવઠા યોજનાઓ ખોરવાઈ ગઈ છે. લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નથી. લાહોલ અને સ્પીતિમાં રાત સૌથી વધારે ઠંડી રહી, યાં લઘુત્તમ તાપમાન શુન્યથી ૪.૯ ડિગ્રી સેલ્સિયસ નીચે રેકોર્ડ કરવામાં આવ્યું છે.
શ્રીનગર એરપોર્ટ પર તમામ લાઈટસ રદ
કાશ્મીર ઘાટીમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે રવિવારે સામાન્ય જનજીવન પ્રભાવિત થયુ છે. શ્રીનગર એરપોર્ટ પર તમામ લાઈટસ રદ કરી દેવામાં આવી છે. કાશ્મીરના મેદાની વિસ્તારોમાં મધ્યમ બરફવર્ષા જોવા મળી રહી છે. યારે ઉંચા વિસ્તારોમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. વાહનોની અવર–જવર માટે શ્રીનગર જમ્મૂ નેશનલ હાઈવે પર સિંગલ લાઈન ચલાવવામાં આવી રહી છે. મુસાફરોને લાઈનનું પાલન કરવા અને સાવધાનીથી ગાડી ચલાવવાની સલાહ આપવામાં આવી છે. ઘણી જગ્યા લપસણી બની જવા પામી છે અને રામસુ અને બનિહાલ વચ્ચે હિમવર્ષા થઈ રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech