સગીરાને ભગાડી જઇને દુષ્કર્મના કેસમાં આરોપીને આજીવન કારાવાસ

  • February 21, 2024 02:50 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટના જામનગર રોડ વિસ્તારમાં રહેતી સગીરાને લલચાવી ફોસલાવી ભગાડી જઇ જુદા જુદા શહેરોમાં લઈ જઈ એક માસ મળે અનેક વખત દુષ્કર્મ આચરવાના છે વર્ષ પહેલાના ગુનામાં સ્પેશિયલ પોકસો અદાલતે આરોપી રોહિત ભાવેશભાઈ ચૌહાણ (રહેવાસી નટરાજનગર પાસે, રાજકોટ)ને આજીવન કારાવાસની સજા અને જુદી જુદી કલમો હેઠળ સજા અને કુલ પિયા ૬૨,૦૦૦નો દડં કાર્ય છે.

આ કેસની હકીકત મુજબ ૨૦૧૮ની સાલમાં રોહિત ભાવેશભાઈ ઉર્ફે ભાવસિંગભાઈ ચૌહાણ નામનો ૧૯ વર્ષનો છોકરો ખાસ કઈં કરતો ન હોય જામનગર રોડ વિસ્તારમાં રખડતો હોય, જે દરમિયાન સગીર કન્યાને લલચાવી ફોસલાવી ભગાડી ગયો હતો અને અમદાવાદ, ભાવનગર, સુરત, વડોદરા, જામનગર સહિતના સ્થળોએ એક મહિના સુધી સગીરાને ફેરવીને અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતું, દરમિયાન આ અંગે સગીરાના પિતાની ફરિયાદના આધારે પોલીસે હાથ ધરેલી તપાસમાં આરોપી રોહિતને સગીરા સાથે ઝડપી લેવાયો હતો. ત્યારબાદ પોલીસે બંનેની મેડિકલ તપાસ, ભોગ બનનાર અને ૨૭ સાક્ષીઓના નિવેદનો, મુદ્દામાલના કપડાં વગેરેની એફએસએલ તપાસ વગેરે બાદ રોહિત ચૌહાણ સામે સ્પેશિયલ ઓકસો એકટ સહિતની જુદી જુદી કલમો હેઠળ ચાર્જશીટ મૂકયું હતું.
રાકેશ સ્પેશિયલ અદાલતમાં ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષનો કેસ પુરવાર કરવા એજીપી મહેશ જોષી કોર્ટમાં હાજર થયા હતા. તેમણે તબીબો અને તપાસ કરનાર સહિતના અગત્યના સાહેદો, ભોગ બનનાર ફરિયાદી જન્મ મરણ અધિકારી વગેરેને તપાસ્યા હતા તેમાં ૧૫ જેટલા દસ્તાવેજી પુરાવાઓ રજૂ રાખ્યા હતા, ત્યારબાદ બંને પક્ષો વચ્ચે દલીલો થઇ હતી. તેમાં પ્રોસિકયુશન વતી થયેલી ધારદાર દલીલો અને ઉચ્ચ અદાલતોના રજૂ થયેલા ચુકાદાઓ ધ્યાને સ્પેશિયલ પોક્ષો કોર્ટના જજ બીબી જાદવ આરોપી રોહિત ભાવેશભાઈ ચૌહાણને જુદી જુદી કલમો હેઠળ તકસીરવાર ઠરાવ્યો છે. જેમાં આઈપીસી ૩૭૬ હેઠળ આજીવન કેદ અને પિયા ૨૦,૦૦૦ દંડ, કલમ ૩૬૩ હેઠળ ત્રણ વર્ષની કેદ ૨૦૦૦નો દંડ, ૩૬૬ હેઠળ પાંચ વર્ષની કેદ અને ૧૦,૦૦૦ નો દંડ, આ ઉપરાંત પક્ષો કલમ ૪ હેઠળ દસ વર્ષની કેદ ૧૦૦૦૦ દંડ, પોકસો કલમ છ માં આજીવન કેદ અને ૨૦,૦૦૦ દંડનો હત્પકમ કર્યેા છે. દંડની રકમમાંથી ૫૦% ભોગ બનનારને વળતર પેટે ચૂકવવા તેમજ વિક્રમ્સ કોમ્પેન્સેશન એકટ હેઠળ ભોગ બનનારને પિયા ત્રણ લાખ ચૂકવવાનો હત્પકમ કરવામાં આવ્યો છે. આ કામમાં સરકાર પક્ષે એજીપી મહેશભાઈ જોષી રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application