'એક પેડ માઁ કે નામ'  ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના માતૃશ્રી સાથે વૃક્ષારોપણ કર્યું

  • July 08, 2024 10:40 AM 

'એક પેડ માઁ કે નામ'  ધારાસભ્ય દિવ્યેશ અકબરી એ પોતાના માતૃશ્રી સાથે વૃક્ષારોપણ કર્યું

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સમગ્ર દેશભરના નાગરિકોને  'એક પેડ માઁ કે નામ' નું સૂત્ર સાર્થક કરીને પ્રત્યેક વ્યક્તિ એ વૃક્ષારોપણ  કરવાનો અનુરોધ કરાયો છે.

જેની અમલવારીના ભાગરૂપે ૭૯- દક્ષિણ વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય દિવ્યેશ અકબરી દ્વારા આજે વૃક્ષારોપણ કરાયું હતું.  જામનગરમાં લાખોટા મિગ કોલોનીમાં આવેલા જન સંપર્ક કાર્યાલય પાસે ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ પોતાના માતુશ્રી વનીતાબેન અકબરીને સાથે રાખીને તેઓના સાનિધ્યમાં 'એક પેડ માઁ કે નામ' નું શીર્ષક સાર્થક કરવા માટે વૃક્ષારોપણ કર્યું હતું, તેમજ જામનગરની જનતાને વૃક્ષારોપણ કરવા માટે અનુરોધ કર્યો છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application