હત્યાના બનાવમાં સંડોવાયેલા ચાર આરોપીને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી.કેસની હકીકત એવી છે કે તા.૧૯/૧૧/૨૦૨૦ના રોજ માતલપર ગામના કોદાળા વાડી વિસ્તારમાં આરોપીઓ હિંમત ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમા, જનકભાઈ ઉર્ફે જગો જીલુભાઇ બારૈયા, મુકેશ ઉર્ફે મુકો મનુભાઈ ભાલીયા, ગોવિંદભાઇ ઉર્ફે ગોબરભાઇ ભાલીયા વગેરે દારૂ પીવા ભેગા થયેલા ત્યારે મરણ જનાર સુરેશભાઈ રાઠોડને માર મારવાનો પ્લાન ઘડી ગુન્હાહીત કાવતરૂ રચી ત્યાંથી માતલપર ગામમાં વાણી પાન કૌલ્ડ્રીંક્સ નામની દુકાન પાસે આવીને મરણ જનાર સુરેશભાઈ રાઠોડની તપાસ કરતા મળી આવેલ નહી એટલે ૪ આરોપીઓએ આરોપી ગોવિંદભાઈ ત્યાં બાજુમાં ડેરીએ દુધ ભરવા આવેલ હોય મરણ જનારને માર મારવાનું ગુન્હાહીત કાવતરૂ રચેલ. આરોપીઓએ સુરેશભાઇને છરી તથા લાકડી વડે હાથે-પગે, ગાલે, વાસામાં, પડખામાં છરીના તથા લાકડીના આડેધડ ઘા મારી ગંભીર ઇજાઓ કરી સુરેશભાઈ રાઠોડનું મોત નિપજાવેલ. આ બનાવની ફરીયાદ મહુવા તાલુકાના બગદાણા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ. જે કેસ આજે મહુવાના સ્પે.ચોથા આરોપીઓ હિંમત ઉર્ફે ખત્રી જોધાભાઈ ચુડાસમા, જનકભાઇ ઉર્ફે જગો જીલુભાઇ બારૈયા, મુકેશ ઉર્ફે મુકો મનુભાઈ ભાલીયા, ગોવિંદભાઇ ઉર્ફે ગોબરભાઈ ભાલીયાને ઈ.પી.કો. કલમ૩૦૨ અન્વયે તક્સીરવાર ઠેરવી આજીવન કેદની સજા તથા દરેક આરોપીઓને રૂ.૧૦ હજારનો દંડ દંડ ન ભરે તો વધુ છ માસની સખત કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમોરબીના પંચાસર રોડ પરથી પીધેલ હાલતમાં ત્રણ ઝડપાયા
November 23, 2024 09:54 AMરાજકોટ નાગરિક સહકારી બેંકના ચેરમેન વાઈસ ચેરમેનની સર્વાનુમતે થઈ પસંદગી
November 23, 2024 09:52 AMસગીરપુત્રી પર દુષ્કર્મ કરનાર પિતાને ૨૦ વર્ષની કે
November 23, 2024 09:49 AMઇન્સ્ટા.માં ફેક આઇડી બનાવી યુવાને તેની ગર્લફ્રેન્ડનો ફોટો મુકી બિભત્સ શબ્દો લખ્યા
November 23, 2024 09:38 AMસિવિલ વર્ષે ૨૦ લાખ, દર્દીઓ ૧૨ લાખ એજિલસ લેબોરેટરીને રિપોર્ટના ચૂકવે છે!
November 23, 2024 09:37 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech