રાજ્યના તેમજ જિલ્લાના તા. 1/4/ર00પ પહેલા ભરતી થયેલા સૌ કોઇ કર્મચારી દ્વારા આભાર વ્યક્ત કર્યો
જામનગર જિલ્લાના કર્મચારી મંડળ તેમજ જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા સાંસદ પૂનમબેન માડમને આભાર વ્યક્ત કરતા પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકાર દ્વારા 2022 માં રાજ્ય સરકારના પ્રાથમિક શિક્ષકો સહિત ફીકસ પગારમાં ભરતી થયેલા કર્મચારીઓ પૈકી જે કર્મચારીઓની નિમણુંક તા. 1/4/ર00પ માં પહેલા થયેલી હતી તેવા કર્મચારીઓની જુની પેન્શન યોજનામાં સમાવવાનો નિર્ણય જાહેર કરેલ હતો, જે અનુસંધાને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ અને ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચાની રજૂઆતો અને પ્રયાસોથી રાજ્ય સરકાર દ્વારા તા. 8 નવેમ્બર ર0ર4 ના રોજ ઠરાવ પ્રસિઘ્ધ કરીને ઉપરોક્ત નિર્ણયનો અમલ કરી તા. 1/4/ર00પ પહેલાના કર્મચારીઓને જુની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય લીધેલો છે, જેને આવકાર્ય છે.
રાજ્ય સરકારના આ નિર્ણય માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય સરકારના સર્વે મંત્રીઓ, સંસદ સભ્યો, ધારાસભ્યો તેમજ સરકારના અધિકારીઓનો આભાર માનીએ છીએ, તેમજ પ્રાથમિક શિક્ષકો અને શૈક્ષણિક કર્મચારીઓ અને વહીવટી કર્મચારીઓના પ્રશ્ર્ને હંમેશા સાથ સહકાર મળતો રહ્યો છે, તેવો જ સાથ સહકાર મળતો રહેશે તેવી અપેક્ષા છ રાજ્યના તેમજ જિલ્લાના તા. 1/4/ર00પ પહેલા ભરતી થયેલા સૌ કોઇ કર્મચારી દ્વારા આભાર વ્યક્ત કર્યો છે. તેમ જામનગર જિલ્લા કર્મચારી મંડળ અને જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા પત્રમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક કારમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાયુ : ૩ બુકી પકડાયા
May 08, 2025 10:33 AMજામનગર LCB પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
May 08, 2025 10:31 AMરીબડાના હનીટ્રેપમાં પ્રકરણમાં બે વકીલની ધરપકડ: વચેટીયાની શોધ
May 08, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech