ખંભાળીયા ખાતે દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરતા કેબીનેટ મંત્રી
પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવત્તિઓ, વન અને પયર્વિરણ તેમજ કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાએ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાના અધિકારીઓ સાથે કલેકટર કચેરી ખંભાળીયા ખાતે શુભેચ્છા મુલાકાત કરી હતી.
આ બેઠકમાં કેબીનેટ મંત્રી મુળુભાઇ બેરાએ અધિકારીઓને નવું વર્ષ શુભમય રહે તે માટેની શુભેચ્છા પાઠવી હતી. કર્મયોગીઓને જનસેવાના કામોને અગ્રીમતા આપવા પણ જણાવ્યું હતું. વિકાસના કામો માટે તમામ પ્રકારનો સહયોગ મળશે, તેવું જણાવી મંત્રીએ અધિકારીઓ, કર્મચારીઓ સાથે જિલ્લાના વિકાસ અને જન સુખાકારીના કામોની પરેખા રજુ કરી હતી. નિર્ધિરિત પ્રકલ્પો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શનમાં પૂર્ણ કરવા કટીબધ્ધ છે તેમ પણ જણાવ્યું હતું.
કેબીનેટ મંત્રીએ અધિકારીઓ અને પદાધિકારીઓને સંકલનથી કામ કરવા જણાવી પ્રજાલક્ષી કાર્યોમાં બન્ને પાંખનું કામ એક રથના બે પૈડા જેવું છે, તેમ જણાવી સંકલનથી જો કામ કરવામાં આવે તો કામ ઝડપથી પૂર્ણ થાય છે. મંત્રીએ પ્રજાલક્ષી કાર્યોમાં અને વિકાસલક્ષી કામો માટે મેં નહીં હમની ભાવના સાથે કામ કરવા પણ દિશાદર્શન કર્યું હતું. મંત્રીએ છેવાડાના લોકોને વધુ ને વધુ લોકસુવિધા કઇ રીતે મળી શકે તે માટે સંવેદનાપૂર્વક ચચર્િ કરી હતી.
કેબીનેટ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે, સાચા કામમાં ખોટો વિલંબ કરવો નથી. અરજદારોને વધુને વધુ સુવિધા મળે અને ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઇ-ગવર્નન્સ, ગુડ ગવર્નન્સનો લાભ મળે તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું. આ ઉપરાંત દ્વારકા તીર્થસ્થળે થઇ રહેલા પ્રવાસનલક્ષી કામો અને આગામી આયોજનોની રૂપરેખા કેબીનેટ મંત્રીએ આપી હતી. આગામી સમયમાં જિલ્લો પ્રવાસન ક્ષેત્રે અગ્રેસર બનશે તેવી ઉમદા આશા પણ વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં કલેકટર જી. ટી.પંડયાએ કેબીનેટ મંત્રીની સાથે અગાઉ કરેલા લોકસેવા અને સરકારની યોજનાકીય કામગીરીની અમલવારી બાબતે પ્રજાલક્ષી અભિગમના સંસ્મરણો રજુ કરી રાજય સરકાર વિવિધ વિકાસલક્ષી કાર્યો માટે કટીબધ્ધ છે અને તે અંગે મંત્રી મુળુભાઇ બેરાનું સતત આ જિલ્લાને માર્ગદર્શન મળતું રહેશે અને લોકસુવિધાઓમાં વધારો થશે તે અંગે ખુશી વ્યક્ત કરી જિલ્લાની ટીમ જનસુવિધા માટે તેમજ યોજનાઓનો લાભ આપવા માટે કાર્યરત છે તે અંગે કટીબધ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં આર.સી.એમ. મહેશ જાની, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ભૂપેશ જોટાણીયા, ખંભાળિયા પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ પોલીસ અધિક્ષક સાગર રાઠોડ, પંચાયત, રેવન્યુ, આરોગ્ય, સિંચાઇ, માર્ગમકાન વિભાગ, પાણી પુરવઠા, વાસ્મો સહિત જિલ્લાના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅડવાણાના યુવાને સી.આઇ.એસ.એફ.ની તાલીમ પૂર્ણ કરી
November 22, 2024 01:49 PMપોરબંદરની સરકારી મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા રાજકોટના યુવાનનુ પર્સ પ્રામાણિકતાથી પરત અપાયુ
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:48 PMહીરાપન્ના કોમ્પલેકસમાં થયેલ ચોરી અંગે નોંધાશે ગુન્હો
November 22, 2024 01:47 PMપોરબંદર-રતનપર રોડ પર આવેલી ઝુરીઓ ફેરવાઈ રહી છે ઉકરડામાં
November 22, 2024 01:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech