કોડીનારના સાંઢણીધાર ગામે દીપડાનો યુવતી પર હુમલો: મહિનામાં ત્રીજી ઘટના

  • February 16, 2023 05:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોડીનારના સાંઢણીધાર ગામે દીપડાનો હુમલા નો બનાવ બનવા પામ્યો છે ૧ માસ પહેલા બાજુના ઘાંટવડ ગામે વૃદ્ધાને ફાડી ખાધી તેજ ગામ માં ૧૫ દિવસ પહેલા ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરી હતી ત્યારે આજે કોડીનાર ના સાંઢણીધાર ગામે દીપડા એ યુવતી ઉપર હુમલો કર્યો કરી ઘાયલ કરતા  ખેડૂતો ભયભીત થયા છે.
​​​​​​​
બનાવની વિગત જોઈએ તો કોડીનાર તાલુકા ના સાંઢણીધાર ગામે હિર નો પા તરીકે ઓળખાતા રેવન્યુ વિસ્તારમાં આવેલ ભાવુંભાઈ અરજનભાઈ ગોહીલ ના રહેણાંકી મકાન બહાર આજે વહેલી રોજિંદા કામમાં તેમની દીકરી દિવ્યા બેન (ઉ. વ.૧૯) ઘર બહાર ફળિયું વળતા હતા તે સમયે દીપડો બાજું માં આવેલ રામણા ના ઝાડ પાસે થી ઘર ના ધાબા ઉપર થી આવી દિવ્યા બહેન ઉપર હુમલો કરતા હાથ ના ભાગે બચકું ભરતાં દિવ્યા બહેને હો..હા...દેકારો મચાવતા દીપડો તેમને ને છોડીને નાસી ગયો હતો. તાત્કાલિક અસરથી તેઓએ હો..હા...દેકારો મચાવતા બધા ઘરના સભ્યો આવી જતા દીપડો દિવ્યાબેન ને છોડીને નાસી ગયો હતો. પરિવાર દ્વારા તાત્કાલિક અસરથી ઘાયલ દિવ્યાબેન ને કોડીનાર દવાખાને ખાતે ખસેડવામાં આવી હતી.જરૂરી સારવાર મળી જતા આ દિવ્યાબેન નો જીવ બચી જવા પામ્યો છે સારવાર બાદ હાલ ભય મુક્ત છે બનાવ ની જાણ થતાં વન વિભાગ ઘટના સ્થળે અને હોસ્પિટલે દોડી ગયું હતું અને આ દીપડા ને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે. 
અત્રે ઉલ્લેખનીય છેકે થોડા સમય પહેલા ઘાંટવડ ગામમાં દીપડાએ એક વૃદ્ધાને ફાડી ખાધી હતી ૧૫ દિવસ પહેલા ખેતરમાં કામ કરતી મહિલા પર હુમલો કરી ઇજાગ્રસ્ત કરી હતી ત્યારબાદ ટૂંકાગાળામાં આ ત્રીજી ઘટના બનતા ગ્રામજનોમાં અને તાલુકાના ખેડૂતો માં ભયનો માહોલ ફેલાયો છે.ખેડૂતોમાં તથા ગ્રામજનો માં આવા હિંસક દીપડાઓ ને વન વિભાગ પાંજરે પુરીને જંગલમાં છોડી આવે તેવી લોકો માંગણી ઉઠવા પામી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application