રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુ રૂ.૨૦૦ના કિલો

  • April 03, 2025 11:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માર્કેટ યાર્ડમાં ઉનાળાના આરંભે શાકભાજીના ભાવ વધવા લાગ્યા છે અને તેમાં પણ ખાસ કરીને ધોમ ધખતા તાપમાં લીંબુનો વપરાશ વધતા શાકભાજીની તમામ જણસીઓમાં હાલ લીંબુ સૌથી મોંઘાદાટ રૂ.૨૦૦ના કિલોના ભાવે વેંચાયા હતા. યાર્ડની હરરાજીમાં રૂ.૧૩૦થી ૧૫૦ના ભાવે વેંચાયા બાદ તુરંત ત્યાં આગળ થતા ઓપન માર્કેટના રિટેઇલ સોદામાં રૂ.૨૦૦ના કિલોના ભાવે વેંચાણ થયું હતું.

વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે હાલ હળવદ, મોરબી, અમરેલી અને ભાવનગર જિલ્લામાંથી તેમજ અમુક અંશે રાજકોટ જિલ્લામાંથી લીંબુની આવક થઇ રહી છે પરંતુ ગરમીના કારણે લીંબુમાં બગાડ વધે છે, ખેતર વાડીથી યાર્ડ સુધી પહોંચે ત્યાં સુધીમાં ૨૦ કિલોના જથ્થામાં ૧૫ કિલો લીંબુ માંડ સારા રહેતા હોય છે. આવા કારણે પણ ભાવ વધે છે. તદઉપરાંત સારા ભાવ ઉપજતા હોવાને કારણે ખેડૂતો કાચા લીંબુ પણ યાર્ડમાં ઠાલવી રહ્યા હોય છે પરંતુ તેમાં ગુણવત્તા હોતી નથી. દરમિયાન હાલ કર્ણાટકના બેંગ્લોર ખાતેથી તેમજ ચેન્નઇ ખાતેથી કોલ્ડ સ્ટોરેજના લીંબુની આયાત પણ શરૂ થઇ છે.


યાર્ડમાં શાકભાજીના આજના કિલોના ભાવ રૂ.

લીંબુ ૧૨૫થી ૨૦૦

ગુવાર ૪૦થી ૬૦

ઘીસોડા ૩૦થી ૪૦

ગલકા ૨૫થી ૩૦

ચોળા ૩૦થી ૪૦

ચોળી ૫૦થી ૫૫

રીંગણા ૮થી ૨૦

દૂધી ૧૦થી ૧૫

મરચા ૨૫થી ૩૦

મરચી ૧૫થી ૨૦

વાલોર ૪૦થી ૪૫

વાલ ૪૦થી ૫૦

ટમેટા ૮થી ૧૦

સકરિયા લાલ ૨૨થી ૨૩

ફ્લાવર ૧૫થી ૨૦

બીટ ૩થી ૪

ભીંડો ૩૦થી ૪૫

ટીંડોરા ૪૦થી ૫૦

કેસર કેરી ૪૦થી ૪૫

કાકડી ૨૦થી ૨૫



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application