યાત્રાધામ દ્વારકામાં 12.03 કરોડના વિકાસ કામોનું ખાતમૂહુર્ત

  • November 14, 2024 10:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પાણીની લાઇન, વરસાદથી નુકસાનગ્રસ્ત માર્ગોનું રીસરફેસિંગ થશે


દ્વારકા નગરપાલિકા દ્વારા સરકારની વિવિધ ગ્રાન્ટોમાંથી ા.12.03 કરોડના ખર્ચે તૈયાર થનાર વિકાસકામોના ખાતમુહુર્ત ધારાસભ્ય પબુભા માણેકના વરદહસ્તે નગરપાલિકા કચેરી ખાતે કરવામાં આવ્યુ હતુ.આ વિકાસકામોમાં અમૃતમ 2.0 યોજના અંતર્ગત પીવાના પાણીની ડીઆઈ પાઈપલાઈન નાખવાનું કામ તથા ફેઝ-2 અંતર્ગત માયાસર તળાવનું બ્યુટીફીકેશનનું કામ, ભારે વરસાદને કારણે નુકશાન પામેલા રસ્તાઓના રીસરફેસીંગના કામ, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત સી.સી.રોડ બનાવવાનું કામ, નિર્મળ ગુજરાત ફેઝ-2 અંતર્ગત દ્વારકામાં આઈકોનીક રોડ રબારી ગેટથી ભડકેશ્વર મહાદેવ મંદિર સુધી તથા જી.વી.પી. પોઈન્ટના નિકાલની કામગીરી સહિતના વિકાસકામોનો સમાવેશ થાય છે.


આ ખાતમુહુર્ત પ્રસંગે શહેર ભાજપ પ્રમુખ વિજ્ય બુજડ, ચીફ ઓફીસર ઉદય નસીત, શહેરના અગ્રગણ્ય મહાનુભાવો, નગરપાલિકાના પૂર્વ સદસ્યો, ભાજપ સંગઠનના હોદેદારો તથા કાર્યકરો તથા કર્મચારીગણ ઉપસ્થિત રહયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application