ગુજરાત કોમન એડમિશન સર્વિસ(જીસીએએસ) મારફત રજીસ્ટ્રેશન અને ત્યાર પછી એડમિશન આપવાના ચાલુ શૈક્ષણિક સત્ર દરમિયાન કરાયેલી અમલવારીના કારણે લો કોલેજોમાં સમગ્ર એડમિશન પ્રક્રિયા પડી ભાંગી છે. નવું શૈક્ષણિક સત્ર શ થયાના બે મહિના પછી પણ સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી સહિત રાયની ૧૧ યુનિવર્સીટીઓમાં લો ફેકલ્ટીઓમાં એડમિશન આપી શકાયા નથી. આ મામલે વિધાર્થીઓ દ્રારા ઉગ્ર રજૂઆતો કરાયા પછી આખરે સરકાર જાગી છે અને હવે આવતીકાલથી પોર્ટલના માધ્યમથી એડમિશન પ્રક્રિયા શ કરવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.
સરકારની આ જાહેરાત મુજબ આવતી કાલથી સૌરાષ્ટ્ર્ર યુનિવર્સિટી, જૂનાગઢની ભકત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, ભાવનગરની શ્રી કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સિટી સહિત રાયની તમામ ૧૧ સરકારી યુનિવર્સિટીઓમાં આવતીકાલથી સરકારી પોર્ટલમાં બપોરે ૪:૦૦ વાગ્યાથી રજીસ્ટ્રેશન શ થઈ શકશે અને વિધાર્થીઓ ફોર્મ ભરી શકશે.
ફોર્મ ભરવાની પ્રક્રિયા કેટલો સમય સુધી ચાલશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ એકાદ સાહમાં જ આ સમગ્ર પ્રક્રિયા પૂરી કરી દેવામાં આવનાર હોવાનું જાણવા મળે છે. સૂત્રોના જણાવ્યા મુજબ એડમિશન પ્રક્રિયામાં મોડું થયું છે અને હવે વધુ મોડું ન થાય તે માટે તત્રં જાગી ગયું છે. ગાંધીનગરથી આ અંગે તમામ યુનિવર્સિટીઓને ઓનલાઈન સૂચના પણ આપી દેવામાં આવી છે. અન્ય અભ્યાસક્રમોમાં પોર્ટલના બદલે ઓફલાઈન એડમિશન પણ ચાલુ કરાયા છે યારે લો કોલેજોમાં પ્રવેશ માટે અત્યારે માત્ર પોર્ટલનો એકમાત્ર વિકલ્પ આપવામાં આવ્યો છે.
લો ફેકલ્ટીમાં એડમિશન પ્રક્રિયા શ ન થતા આ સંદર્ભે ભાજપની ભગીની સંસ્થામાં ગણાતી અખિલ ભારતીય વિધાર્થી પરિષદે પણ તેનો જોરદાર વિરોધ કર્યેા હતો. રાજકોટ ખાતે કલેકટર કચેરીમાં વિધાર્થીઓએ રસ્તા રોકો આંદોલન કરી ઉગ્ર આંદોલન કયુ હતું અને ત્યાર પછી સરકાર જાગી છે.
અખિલ ભારતીય વિધાર્થી પરિષદના આગેવાનોએ ગયા શનિવારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખેલા આવેદનપત્ર ની નકલ રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી ને આપી ગુજરાતની તમામ સરકારી અને અર્ધસરકારી કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા તાત્કાલિક શ કરવા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના ધારા ધોરણ મુજબ અધ્યાપકોની ખાલી પડેલી જગ્યાઓ તાત્કાલિક ભરવા અને વિધાર્થીઓ દીઠ આપવામાં આવતી ગ્રાન્ટમાં વધારો કરવા સહિતની જુદી જુદી માગણીઓ કરી હતી અને સ્પષ્ટ્ર જણાવ્યું હતું કે જો આ પ્રશ્નનું વહેલાસર નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાંડ અને ગોળ એક જ વસ્તુમાંથી બને છે, તો ખાંડ સ્વાસ્થ્ય માટે જોખમી અને ગોળ ફાયદાકારક એવું કેમ
November 22, 2024 04:44 PMજાણો ક્યા દેશના લોકો સૌથી વધુ ઊંઘે છે; વિશ્વમાં ભારત ક્યા નંબર પર?
November 22, 2024 04:29 PMએલોવેરામાં આ વસ્તુઓ મિક્સ કરીને વાળમાં લગાવાથી શિયાળામાં ડેન્ડ્રફથી મળશે છુટકારો
November 22, 2024 04:27 PMપ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાની હાલત પાતળી, ભારત પાસે 83 રનની લીડ
November 22, 2024 04:23 PMમનીષ સિસોદિયાએ જામીનની શરતોમાં માંગી છૂટછાટ, સુપ્રીમ કોર્ટે CBI અને ED પાસેથી માંગ્યો જવાબ
November 22, 2024 04:16 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech