દેશની મોટી કંપનીઓ ખર્ચ ઘટાડવા અને પ્રતિભાઓને સરળતાથી મળી રહે તે માટે હવે લખનૌ, જયપુર, ઇન્દોર, જોધપુર જેવા નાના શહેરોમાં ઓફિસો ખોલી રહી છે અને આક્રમક રીતે ભરતી પણ કરી રહી છે. કંપનીઓ નાના શહેરો તરફ વળવાના ત્રણ મુખ્ય કારણો છે. પહેલું આ શહેરોમાં તેનો ખર્ચ ઓછો છે. બીજું સંચાલન ખર્ચ ઘટે છે અને ત્રીજું ઓછા પગારમાં સારા કર્મચારીઓ ઉપલબ્ધ છે.
માહિતી અનુસાર, માઈનિંગ કંપની વેદાંત ડિજિટલ ટ્રાન્સફોર્મેશન, એન્જિનિયરિંગ અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં પ્રતિભા શોધી રહ્યું છે. આરપીજી ગ્રુપ ઉત્પાદન, વેચાણ તેમજ નવીનીકરણીય ઊર્જા જેવા ઉભરતા ક્ષેત્રો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. વેદાંતના એક વરિ અધિકારીના જણાવ્યા અનુસાર, કંપની આ વર્ષે વ્યવસાય પુનર્ગઠનને કારણે સમગ્ર ભારતમાં સારી સંખ્યામાં ભરતી કરવા માંગે છે. આમાં મુખ્યત્વે ટાયર–૨ અને ટાયર–૩ શહેરોનો સમાવેશ થાય છે.
આઈબીએમ ઇન્ડિયા અને સાઉથ એશિયાના વાઇસ પ્રેસિડેન્ટ ટી નાગરાજને જણાવ્યું હતું કે નાના શહેરોમાંથી પ્રતિભાઓને લાવીને તેમને મહાનગરોમાં મૂકવાને બદલે અમે અમારી ઓફિસોને તેમની નજીક લઈ જઈ રહ્યા છીએ. આ કંપનીઓ ટાયર–૨ અને ટાયર –૩ શહેરોમાં હાયરિંગ કરી રહી છે. ડેલોઇટ ઇન્ડિયાના ભાગીદાર વામસી કરાવડી કહે છે કે ટાયર ૨ અને ટાયર ૩ શહેરોમાં ભરતી કરવાથી કંપનીઓના સંચાલન ખર્ચમાં ૧૦–૨૦ ટકાનો ઘટાડો થાય છે. આના મુખ્ય કારણો ઓફિસ ભાડા, ઓછો પગાર અને ઓછો એટિ્રશન દર છે. વર્તમાન અંદાજ મુજબ ટેક કંપનીઓનો ૧૫–૨૦ ટકા વર્કફોર્સ કોઈમ્બતુર, તિવનંતપુરમ, ભુવનેશ્વર, જયપુર, નાગપુર અને ઇન્દોર જેવા શહેરોમાંથી આવે છે.
ભારતીય કંપનીઓમાં હજુ વર્ક ફ્રોમ હોમ પૂં નથી થવાનું. જાન્યુઆરી ૨૦૨૫માં વ્હાઇટ કોલર જોબ્સ (ઓફિસ જોબ્સ) માટે ૨.૯૦ લાખ વેકેન્સી હતી, જેમાં ૨૩ ટકા જોબ આફર લેકિસબલ નોકરીઓ એટલે કે હાઇબ્રિડ અને વર્ક ફ્રોમ હોમ માટે હતી. આમાંથી ૧૨ ટકા નોકરીઓ હાઇબ્રિડ (અઠવાડિયામાં ૨–૩ દિવસ ઓફિસથી કામ અને ૨–૩ દિવસ ઘરેથી કામ કરવા માટે) માટે હતી યારે ૧૧ ટકા નોકરીઓ સંપૂર્ણપણે વર્ક ફ્રોમ હોમ માટે હતી. વર્ક ફ્રોમ હોમની નોકરીઓમાં સૌથી વધુ જોબ પોસ્ટ આઈટી સેકટરમાંથી આવી.
ભારતમાં આ વર્ષે એશિયામાં સૌથી વધુ પગાર વધારો થવાની ધારણા છે. કોર્ન ફેરી ઈન્ડિયા કોમ્પેન્સેશન સર્વે અનુસાર, દેશમાં સરેરાશ વધારો ૯.૯ ટકા થવાની ધારણા છે, જે ચીનના ૫ ટકા અને જાપાનના ૩.૧ ટકા કરતા બે ગણી છે. મર્સરના જણાવ્યા અનુસાર, સરેરાશ ૯.૪ ટકાનો પગાર વધારો અપેક્ષિત છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં એક ઇંચ વરસાદ વરસ્યો
May 08, 2025 01:43 PMપોરબંદરમાં નવરંગ સંસ્થા દ્વારા ચિત્રકલાનો વર્કશોપ યોજાયો
May 08, 2025 01:38 PMજામનગરમાં રસ્તા રોકો આંદોલન, મહિલાઓએ આપી પ્રતિક્રિયા
May 08, 2025 01:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech