હડમતીયા ગોલીડા ગામે આવેલી જમીનનો ૩૫ લાખમાં સોદો કર્યા બાદ અવેજ પેટે ૧૬ લાખ મેળવી સાટાખત કરી આપ્યું હતું. નવી શરતની આ જમીન હોય જેને જૂની શરતમાં ફેરવ્યા બાદ બાકીની રકમ ચૂકતે કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ જમીનના ભાવ વધી જતા વેચનારને લાલચ જાગી હતી અને આ જમીન તેણે અન્યને વેચી દીધી હતી. જે બાબતે કહેતા હવે આ જમીનમાં પગ મૂકી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.જેથી આ બાબતે જમીન ખરીદનાર દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી.
જાણવા મળતી વિગતો મુજબ, સોમનાથ સોસાયટી શેરી નંબર–૫ કીડવાઈનગર મેઇન રોડ પર રહેતા અને વિપ્રો કંપનીમાં એરીયા સેલ્સ એકિઝકયુટિવ તરીકે નોકરી કરનાર આશુતોષભાઈ મનસુખભાઈ રાયઠઠ્ઠા(ઉ.વ ૪૦) દ્રારા આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે હડમતીયા ગોલીડા ગામે રહેતા દેવા રામભાઈ મીર, ઝીણા રામભાઈ મીર, રમાબેન રામભાઈ મીર, જીલુબેન ઉર્ફે જાનુબેન રામભાઈ મીર અને ડેરોઈ ગામે રહેતા છગન સોરઠીયાના નામ આપ્યા છે.
આશુતોષભાઈએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના માતા સ્વ કુંદનબેન મનસુખલાલ રાયઠઠ્ઠાએ હડમતીયા ગોલીડાના રમાબેન, દેવાભાઈ, જલુબેન અને ઝીણાભાઈની સંયુકત માલિકીની રેવન્યુ સર્વે નંબર ૧૧૦ પૈકી પાંચની જીરાયત સત્તા પ્રકારની નવી શરતની ખેડવાણ જમીનનો વર્ષ ૨૦૨૧ માં પિયા ૩૫ લાખમાં સોદો કર્યેા હતો જેમાં અવેજ પેટે . ૧૬ લાખ ચૂકવી પણ આપ્યા હતા અને બાકીની રકમ નવી શરતની આ જમીન જૂની શરતમાં કરી આપી અને વેચાણ દસ્તાવેજ કરી આપ્યા બાદ ચૂકવવાનું નક્કી થયું હતું.
પરંતુ ત્યારબાદ આ જમીનનો ભાવ વધી જતા જમીન વેચનાર આ શખસોને લાલચ જાગી હતી અને ચારે શખસોએ આ જમીનનું સાટાખત કરી આપ્યું હોવાની જાણ હોવાછતાં અને આ હકીકત ખરીદનાર છગન સોરઠીયા પણ સારી રીતે જાણતા હોવા છતાં આ પાંચેય શખસોએ મિલાપીપણું કરી એકબીજાની મદદગારી કરી પૂર્વ આયોજિત કાવતરાને અંજામ આપી એક દસ્તાવેજ અસ્તિત્વ ધરાવતો હોવા છતાં બીજો બનાવટી દસ્તાવેજ ગત તા. ૧૨૪૨૦૨૨ ના બનાવી આ જમીન ૯.૯૮ લાખ માં છગન સોરઠિયાના નામે વેચાણ કરી આપી હતી.
ગત તા.૮૮૨૦૨૨ ના ફરિયાદીના માતાનું અવસાન થતાં તેઓ સીધી લીટીના વારસદાર દરે દાવો પણ દાખલ કર્યેા હતો. દરમિયાન તેમને માલુમ પડું હતું કે, આરોપીઓએ આ જમીન હડપ કરી લીધી છે. જેથી આ બાબતે તેમણે આરોપીઓ કહેતા તેમણે ગાળાગાળી કરી જમીન ઉપર પગ મૂકયો છે કે તે સંબંધે કોઈ કાર્યવાહી કરી તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. જેથી આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવતા આજીડેમ પોલીસે આરોપીઓ સામે બીએનએસની કલમ ૩૧૬(૨), ૩૧૮(૪), ૬૧(૨), ૩૫૨, ૩૫૧(૨) મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર નજીક કારમાંથી ક્રિકેટના સટ્ટાનું નેટવર્ક ઝડપાયુ : ૩ બુકી પકડાયા
May 08, 2025 10:33 AMજામનગર LCB પોલીસે ક્રિકેટનો સટ્ટો રમતા ત્રણ શખ્સો સામે કરી કાર્યવાહી
May 08, 2025 10:31 AMરીબડાના હનીટ્રેપમાં પ્રકરણમાં બે વકીલની ધરપકડ: વચેટીયાની શોધ
May 08, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech