ધો.૧૦માં ૩ વિષયમાં નાપાસ થયેલા ૧.૫૬ લાખ છાત્રો પૂરક પરીક્ષા આપશે

  • May 14, 2024 03:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્રારા પૂરક પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરાતા ધોરણ ૧૦ માં ત્રણ વિષયમાં નપાસ થયેલા લાખો વિધાર્થીઓને ફરી એક વખત તક મળશે .ધોરણ–૧૦માં ૩ વિષયમાં નાપાસ થયેલા ૧.૫૬ લાખ વિધાર્થીઓ આ વખતે પૂરક પરીક્ષામાં ઉપસ્થિત રહી શકશે. બોર્ડ દ્રારા આ વખતે ૨ના બદલે ૩ વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓની પૂરક પરીક્ષા લેવાનું નક્કી કયુ હોવાથી ૩૫ હજારથી વધુ વિધાર્થીઓને તેનો ફાયદો થશે.
ધોરણ–૧૦ની પરીક્ષામાં નાપાસ થયેલા વિધાર્થીઓ પૈકી એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓની જુલાઈમાં પૂરક પરીક્ષા લેવાતી હતી. પરંતુ આ વખતે ધોરણ–૧૦માં બેના બદલે ત્રણ વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓની પણ પૂરક પરીક્ષા લેવામાં આવનાર હોવાથી અનેક વિધાર્થીઓને તેનો સીધો ફાયદો થશે. ધોરણ–૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ૩ વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓ આગામી જૂન માસમાં લેવાનારી પૂરક પરીક્ષા આપી શકશે.
ધોરણ–૧૦માં આ વખતે ૧ વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓની સંખ્યા ૫૮૪૨૪ જેટલી છે. યારે ૨ વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓની સંખ્યા ૬૩૧૯૭ અને ૩ વિષયમાં નાપાસ થયેલા વિધાર્થીઓની સંખ્યા ૩૫૦૮૭ જેટલી છે. , કુલ ૧૫૬૭૦૮ વિધાર્થીઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા છે. ૩ વિષયમાં પૂરક પરીક્ષા લેવાનો નિર્ણય કરવામાં આવતા ૩૫ હજારથી વધુ વિધાર્થીઓ પૂરક પરીક્ષા માટે લાયક બન્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News